alia Bhatt

ગઈકાલે વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયોના રિવ્યુ સમયે પણ લખ્યું હતું કે ફિલ્મનો હીરો તેની વાર્તા હોય છે અને પડદા પર વાર્તા કઈ રીતે કહેવામાં આવે છે તે ફિલ્મને હીટ કે ફ્લોપ બનાવે છે. પ્લોટ સારો હોવા છતાં પણ સ્કીપ્ટ અને ડિરેક્શન બરાબર ન હોય તો કલાકારોનો કાફલો પણ કઈ કરી શક્તો નથી. આવું જ થયું છે આલિયા ભટ્ટની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ સાથે, જેની તે મુખ્ય પાત્ર પણ છે.

આ પણ વાંચો : એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?

Credit : News18

પિતા મહેશ ભટ્ટની સંજય દત્ત અને શ્રીદેવી ચમકાવતી ફિલ્મ ગુમરાહ પરથી બનેલી જીગરા આલિયાના દમદાર પર્ફોમન્સ માટે જોવી હોય તો જોઈ શકાય, પણ બાકીના મોટાભાગના પાસા એટલા નબળા છે કે દર્શકોના ભાગે કંટાળા સિવાય ખાસ કઈ આવતું નથી.

Credit : India Today

સત્યા (આલિયા)નો નાનો ભાઈ અંકુર (વેદાંદ રૈના) વિદેશમાં ડ્રગ્સના ખોટા કેસમાં ફસાયો છે. બહેન તેને બચાવવા વિદેશની ધરતી પર જાય છે. તેનો સાથ આપે છે એક ગેંગસ્ટર ભાટિયા અને રિટાયર્ડ પોલીસ અધિકારી રાહુલ રવિન્દ્રન. હવે બહેન ભાઈને છોડાવી શકે છે કે નહીં અને કેવા સંજોગોનો સામનો કરે છે તેના પર ફિલ્મ બની છે.

આલિયાના ભાગે ઈમોશન્સ અને એક્શન્સ બન્ને આવ્યા છે અને તેણે બખૂબી નિભાવ્યા છે. વેદાંગ પણ પોતાના રોલ પ્રમાણે ફીટ બેસે છે. પોતાની અલગ છાપ છોડી જાય છે ભાટીયા તરીકે મનોજ પહોવા. પણ આ બધાની મહેનત રંગ નથી લાવતી કારણ કે વસન બાલાનું ડિરેક્શન અને દેબાશિષ સાથેની તેમની સ્ક્રીપ્ટ સારી શરૂઆત કર્યા પછી નબળી પડે છે. સ્વપ્નીલ સોનાવણેની સિનેમેટોગ્રાફી અને વિક્રમ દહિયાના એક્શન ફિલ્મને થોડી ઘણી જોવા લાયક બનાવે છે. ફિલ્મના અમુક સિન્સ હિન્દી ફિલ્મોના યાદગાર સિન્સમાં સ્થાન પામી શકે તેમ છે, પરંતુ ઑવરઓલ એક્સપિરિયન્સ સારો ન હોવાથી ફિલ્મ કેટલી ચાલશે તે કહેવું મુશ્કેલ છે.

મુંબઈ સમાચાર રેટિંગ 2.5/5