An unfinished emotion  communicative   of Ratan Tata

નવી દિલ્હીઃ દેશનું હિર એવાં રતન તાતાનું દેહાંત થયું છે, હવે તે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની ચેતના કાયમને માટે આપણા દિલમાં રહેવાની છે. તેઓ દેશનાં ખૂબ મોટાં ઉદ્યોગપતિ હતાં, પરંતુ ઉદ્યોગપતિની સાથોસાથ દેશનાં વિકાસમાં પણ તેમણે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. પણ તેમનાં અંગત જીવન વિશે કોણ જાણે છે? તેમનાં પરિવારમાં કોણ-કોણ છે?

રતન તાતાએ ક્યારેય લગ્ન ન કર્યાં, તેઓ સમગ્ર જીવન દરમિયાન દેશનાં વિકાસ માટે અને અન્ય લોકો માટે વિચારતા રહ્યા. તેમણે માત્ર ભારતના લોકો માટે જ નહિ પરંતુ દુનિયાના લોકોના હિત માટે પણ વિચારતા રહ્યા. તેમણે પોતાની કોઠાસૂઝથી TATA Group ને ઉંચાઈ સૂધી પહોંચાડ્યું અને આજે tata radical સૌથી વઘુ કંપનીઓ ધરાવતું જૂથ છે.

Tata ગ્રુપ એટલું વિશાળ અને વ્યાપક છે કે તે મીઠાથી લઈને જહાજ સુધીનું નિર્માણ કરે છે. રતન તાતાએ તેમનાં જીવનમાં અનેક સફળતાઓ હાંસલ કરી છે. તેમનાં પ્રદાનનાં કારણે સરકારે તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી નવાજ્યા છે.

આટઆટલું હોવા છતાં પણ રતન તાતાને એક વાતનો રંજ હતો, જેની વાત તેમણે ખુદે જ તેમનાં મેનેજર શાંતનુના સ્ટાર્ટઅપ Goodfellows ના ઉદ્ઘાટન સમયે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમને નથી ખબર કે એકલાપણું કેવું હોય છે? જ્યાં સુધી તમે એકલા દેવા મજબૂર નથી થઈ જતા ત્યાં સૂધી આ વાતનો તમને અહેસાસ નહિ થાય. તેમણે કહેલું કે જ્યા સુધી તમે વૃદ્ધ નથી થઇ જતાં ત્યાં સુધી તમે વૃધ્ધ હોવાનો દર્દ નથી સમજી શકતા.

રતન ટાટાના લગ્ન નહોતા થયા, પરંતુ તેમની એક પ્રેમ કહાની હતી, અને આ પ્રેમ અધૂરો રહી ગયો. રતન ટાટાને લોસ એન્જલસમાં એક કંપનીમાં કામ કરતી વખતે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તેઓ તે છોકરી સાથે લગ્ન કરવાના હતા. પછી અચાનક તેને ભારત પરત ફરવું પડ્યું, કારણ કે તેની દાદીની તબિયત સારી નહોતી. રતન ટાટાને લાગ્યું કે તેઓ જેને પ્રેમ કરતા હતા તે મહિલા પણ તેમની સાથે ભારત આવશે. રતન ટાટાના કહેવા પ્રમાણે, ‘1962ના ભારત-ચીન યુદ્ધને કારણે તેના માતા-પિતા છોકરીના ભારત આવવાના પક્ષમાં નહોતા અને આ રીતે તેમનો સંબંધ તૂટી ગયો હતો.’

Also Read –