મુંબઈ: ગત અઠવાડિયે ભારતીય શેરબજારનું વલણ એકંદરે નિરાશાજનક (Indian Stock Market) રહ્યું. હવે રોકાણકારોને આવતીકાલથી શરુ થતા અઠવાડિયાથી આશા છે કે બજાર તેમણે ફાયદો કરવાશે. જોકે આ અઠવાડિયે શેરબજારની ચાલ યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેના નિર્ણય, સામાન્ય બજેટ અને ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો જેવા મુખ્ય પરિબળો પર આધાર રાખશે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિબળો, વિદેશી રોકાણકારોનું વલણ, રૂપિયા-ડોલર વિનિમય દર અને ક્રૂડ ઓઇલ પણ શેરબજારમાં વેપારને અસર કરશે.
આ પણ વાંચો : Stock Market: સતત વધી રહ્યો છે રોકાણકારોનો ઉત્સાહ, દર મહિને ઉમેરાઇ રહ્યા છે આટલા લાખ નવા રોકાણકાર
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની પોલિસી મીટીંગ મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત, યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં વધઘટ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે. આ બંને ક્ષેત્રોના વલણો વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેડ લાવી શકે છે.
શનિવારે પણ ટ્રેડીંગ ચાલુ રહેશે:
1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટને કારણે બજારમાં મોટા ફેરફાર થઇ શકે છે. BSE અને NSEએ ગયા મહિને આ જાહેરાત કરી હતી કે 1 ફેબ્રુઆરએ શનિવાર હોવા છતાં, બજેટ રજૂ થવાનું હોવાને કારણે શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે.
આ પણ વાંચો : રોકાણકારોને આજે મળેલી રાહત લાંબી નહીં ટકે? બજારમાં મોટું ગાબડું પડે એવી શક્યતા, જાણો કારણો
ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર નજર:
ત્રીજા ક્વાર્ટરના પરિણામો અત્યાર સુધી નબળા રહ્યા છે, ખાસ કરીને કન્ઝયુમેબલ અને ફાઈનાન્સ સેક્ટરના. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આવનારું ફક્ત ઇક્વિટી બજારો માટે જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે ટાટા સ્ટીલ, બજાજ ઓટો, મારુતિ, ટાટા મોટર્સ, ઓએનજીસી અને ઇન્ડસઇન્ડ બેંક સહિત ઘણી કંપનીઓ ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને