ટીમ ઈન્ડિયાના ધાકડ ખિલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ શુક્રવારે ઈન્ડિયા વર્સીસ ઈંગ્લેન્ડની ચોથી ટી20માં શાનદાર ઈનિંગ રમીને ક્રિકેટ ફેન્સનું ભરપૂર મનોરંજન કર્યું હતું. જોકે, આ મેચ બાદ જ હાર્દિક પંડ્યાએ પોતાના પહેલાં પ્રેમ વિશે વાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આવો જોઈએ આખરે હાર્દિકે કયા પહેલાં પ્રેમ વિશે વાત કરી છે.
શુક્રવારે પુણે ખાતે રમાયેલી મેચ દરમિયાન 30 બોલમાં 53 બનાવીને હાર્દિક પંડ્યાએ શિવમ દૂબે સાથે મજબૂત પાર્ટનરશિપ બનાવીને જેને કારણે જ ટીમ ઈન્ડિયા 181/9નો સ્કોર બનાવી શકી હતી.
ઈંગ્લેન્ડને 15 રનથી હરાવીને પાંચ મેચની આ સિરીઝમાં 3-1થી લીડ હાંસિલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકની પ્રોફેશનલ લાઈફ બેક ઓન ટ્રેક આવી રહી હોય, પરંતુ તેની પર્સનલ લાઈફ હજી પણ ડામાડોળ જ છે.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત
પુણેની આ કટોકટીવાળી મેચ બાદ હાર્દિક પંડ્યાએ પોતાના પહેલાં પ્રેમ વિશે વાત કરી હતી. અહીંયા તમારી જાણ માટે કે ગયા વર્ષે જ હાર્દિ પંડ્યા અને મોડેલ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)એ ઓફિશિયલી ડિવોર્સની જાહેરાત કરી હતી. ત્યારથી નતાસા અને હાર્દિક બંને પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતા હોય છે.
હાર્દિકનો આ વીડિયો બીસીસીઆઈએ શનિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ક્રિકેટને જ પહેલો પ્રેમ અને જિંદગીનો મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો હતો. હાર્દિકે જ્યારે ક્રિકેટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મૈં ઈશ્કા ઉસકા, વો આશિકી હૈ મેરી… હાર્દિકે આ વીડિયોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હું મેદાન પર ઉતરું છું ત્યારે એ જ વિચાર સાથે ઉતરું છે કે દર્શકોએ મારા પર ખર્ચ કરેલો એક એક પૈસો વસૂલ થવો જોઈએ.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?
વધુમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે ફેન્સ આવે છે અને તેઓ નારા લગાવે છે ત્યારે મને મોટિવેશન મળે છે અને હું એમના માટે સારું પર્ફોર્મ કરવા માંગે છે. આ મારી જિંદગીની પહેલી પ્રાથમિકતા છે. તમારા પહેલાં પ્રેમ માટે તમારા જીવનમાં હંમેશા એક ખાસ જગ્યા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ હાર્દિક અને નતાસાએ ઓફિશિયલી ડિવોર્સ એનાઉન્ટ કર્યા હતા અને આ આ સમાચાર સાંભળીને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. ડિવોર્સ બાદ નતાસા દીકરા અગત્સ્યને લઈને પોતાના પિયર સર્બિયા જતી રહી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને