મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકીય ગરમાવા વચ્ચે શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થઈ ગયો છે, પરંતુ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આગના કિસ્સામાં વધારો થવાથી પાલિકા-ફાયર બ્રિગેડ પ્રશાસનની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંધેરીમાં આગ લાગ્યાના અહેવાલો બાદ ડોંગરી ખાતેની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગ્યા પછી સિલિન્ડર વિસ્ફોટો થયા હતા.
ડોંગરીની બહુમાળી ઈમારતમાં આગ પછી સિલિન્ડર બ્લાસ્ટને કારણે અનેક લોકો ઈમારતમાંથી બહાર દોડી ગયા હતા. આજે બપોરના બાર વાગ્યાના સુમારે આગ લાગ્યા પછી સિલિન્ડરના વિસ્ફોટના થયા હતા. સોશિયલ મીડિયા પર આગના વીડિયો પણ વાઈરલ થયા હતા. આ અગાઉ આજે સવારે અંધેરીની બહુમાળી ઈમારતમાં આગ લાગ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
ડોંગરીમાં નિશાનપાડા રોડ સ્થિત 22 માળની બહુમાળી ઈમારત (અંસારી હાઈટ્સ)માં આજે બપોરના સુમારે આગ લાગી હતી. ઈમારતના ફ્લેટમાં આગ લાગ્યા પછી ચૌદમા માળે એક સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો. અહીંના રહેવાસી વિસ્તારમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. આગના વિઝ્યુઅલ્સ પણ ભયાનક જોવા મળ્યા હતા.
આગના બનાવ પછી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ સાંકડી ગલીઓને કારણે બચાવ કામગીરી હાથ ધરવામાં અવરોધ આવ્યો હતો.
બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે આગને નિયંત્રણમાં લાવ્યા હતા, પરંતુ હજુ ઓપરેશન કુલિંગ ચાલી રહ્યું છે. આ આગના બનાવમાં ચારથી પાંચ લોકો સામાન્ય દાઝ્યા હતા. જોકે, બે જણને વધુ ઈજા પહોંચ્યા પછી સારવાર અર્થે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત
આગ અને સિલિન્ડર વિસ્ફોટના દૃશ્યો વાઈરલ થયા પછી આસપાસના વિસ્તારના રહેવાસીઓ ટેરેસ પર ચઢીને વીડિયો ઉતાર્યા હતા, જ્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે લોકોએ ફાયર બ્રિગેડને કોલ કર્યાં હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને