Portrait of Ranveer Allahbadia showcasing his lavish BeerBiceps lifestyle, luxury cars, and Rs60 crore nett  worthy  details. photo: Screengrab/ Youtube Samay Raina

અમદાવાદ: શો દરમિયાન કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મુદ્દે રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia), અપૂર્વ માખીજા (Ranveer Allahabadia), આશિષ ચંચલાની (Ashish Chanchalani) અને સમય રૈના (Samay Raina) સહિતના લોકો વિવાદનું કેન્દ્ર બનેલા છે. ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા, આશિષ ચંચલાની અને સમય રૈના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રણવીરની અશ્લીલ ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો હતો. ત્યારે સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ‘India’s Got Latent શો પર પ્રતિબંધ મૂકો’ જાણો કોણે કરી આવી માગણી

સમય રૈનાનો અમદાવાદમાં શો રદ્દ

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ (Samay Raina Unfiltered)નામના શોનું આયોજન કરવામાં આવનાર હતું. આ શોની શરૂઆત અમદાવાદથી થવાની હતી અને સમય રૈનાના ગુજરાતમાં આયોજિત બધા જ શોની લગભગ તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતના એપ્રિલમાં થનારા શૉ ‘હાઉસફુલ’ થઈ ગયા હતા. જો કે રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી બાદ ઉભા થયેલા વિવાદ બાદ આ શો રદ્દ કરવામાં આવ્યો છે.

એપ્રિલમાં થવાનું હતું આયોજન

સમય રૈનાના શો ‘સમય રૈના અનફિલ્ટર્ડ’નું આયોજન ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં થવાનું હતું. તેનો પ્રથમ શો અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાવાનો હતો. જે પૈકી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો.

દેશભરમાં આક્રોશ

યુટ્યુબર રણવીર અલાહબાદિયાના શો ‘ઇન્ડિયા ગોટ લેટન્ટ’ની ક્લિપ વાઈરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. દેશભરમાં આ ટિપ્પણીને લઈને આક્રોશ છે અને દેશમાં અનેક સ્થળોએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રણવીર અલાહબાદિયાએ પોતાના અશ્લીલ નિવેદન બદલ માફી માંગી લીધી છે ,પરંતુ તેની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સમય રૈનાના ડાર્ક કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એપિસોડને ભારત સરકારના આદેશ પર યુટ્યુબ પર બ્લોક કરવામાં આવ્યો છે.

આઇટી અને કમ્યુનિકેશન બાબતોની સંસદીય સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ અલાહાબાદિયાને સમન્સ મોકલવાની માંગણી કરી હતી ઘણા સાંસદોએ પણ આ અંગે ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકાર રણવીર અલાહાબાદિયાને નોટિસ મોકલવાનો વિચાર કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને