દુનિયામાં જ્યારે પ્રેમની વાત થતી હોય તો તેમાં રાધા-કૃષ્ણા, લૈલા-મજનુ, હીર-રાંઝાનું નામ સૌથી પહેલાં આવે. રાધા-કૃષ્ણ વચ્ચેનો પ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને પ્રેમમાં માનનારા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની લવસ્ટોરી પણ રાધા-કૃષ્ણ જેવી જ શુદ્ધ હોય.
વૈદિક જ્યોતિષમાં પણ કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમને રાધા-કૃષ્ણની જોડી માનવામાં આવે છે. આ કપલ સાત જન્મો સુધી સાથે રહે છે. અમે અહીં તમને ત્રણ રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ રાશિના જાતકોને મેડ ફોર ઈચ અધર માનવામાં આવે છે. તમે પણ જોઈ લો આ ત્રણ રાશિમાં તમારી અને તમારા પાર્ટનરની રાશિ પણ છે કે નહીં?
આ યાદીમાં સૌથી પહેલા આવે છે મેષ અને કુંભ રાશિ. આ બંને રાશિના જાતકો વચ્ચે ખૂબ જ સારો મનમેળ હોય છે. એટલું જ નહીં પણ આ રાશિના જાતકો એકબીજાને ખૂબ જ સારી રીતે સમજે છે. બંને રોમેન્ટિક હોય છે અને જીવનમાં એડવેન્ચર કરવાનું પસંદ કરે છે. એકબીજા સાથે સમય પસાર કરવો ગમે છે. બંને રાશિના જાતકો તાળમેળ જાળવીને આગળ વધવાનું ખૂબ જ સારી રીતે સમજે છે, જેને કારણે આ રાશિના જાતકોનું વૈવાહિક જીવન ખૂબ જ ખુશ-ખુશહાલ રહેશે.
વૃષભ અને કન્યા રાશિના જાતકો પર એકદમ પરફેક્ટ કપલ હોય છે. આ રાશિના જાતકો એકબીજાને સંપૂર્ણ માન-સમ્માન આપે છે. આત્મવિશ્વાસ વધારવા માટે હંમેશાં આગળ રહે છે અને દરેક પરિસ્થિતિમાં સાથે ઉભા રહે છે. પારિવારિક જીવન સુખમય રહે છે. બંનેને જીવનમાં કંઈક નવું શોધવાનું ગમે છે. બંને વચ્ચે પુષ્કળ પ્રેમ હોય છે.
ત્રીજી રાશિ છે તુલા અને વૃશ્ચિક રાશિ. આ બે રાશિના જાતકો પણ એકબીજા માટે પરફેક્ટ મેચ હોય છે. એટલું જ નહીં પણ આ બંને રાશિના જાતકોનો સંબંધ રાધા-કૃષ્ણ સાથે હોવાનું કહેવાય છે. રોમેન્ટિક મિજાજની આ રાશિ હોય છે. બન્ને પોતાના ગોલ સુધી પહોંચવા માટે સખત મહેનત કરે છે. બંન્નેનો સ્વભાવ અલગ અલગ હોય છે અને એક બીજાને ખૂબ જ સારી રીત સમજે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને