આજે દશેરાએ વરસાદનું ઘોડું દોડશે: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

2 hours ago 1

અમદાવાદઃ દશેરાને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર રાતથી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે.

આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અગાહી:
ગુજરાતના દરિયાકાંઠેથી કિલોમીટરો દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને હજુ વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે 12મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

13મીએ અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ વરસાદની શક્યતા
જ્યારે 13મી ઓક્ટોબર રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

14મી ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા ઘટશે:
હવામાન વિભાગ દ્વારા 14મી ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા દર્શાવી છે. 14મી ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામા આવી છે. જ્યારે 15મી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

16મી અને 17મીએ મધ્યમ વરસાદ:
હવામાન વિભાગ દ્વારા 16મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article