Martyred younker  with defender  of grant   successful  Agniveer training

જામકંડોરણા: રાજકોટના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના વિશ્વરાજ સિંહ ગોહિલ નામના અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં થતાં શહીદ થયા હતા. ગામના આશાસ્પદ યુવાનના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર સહિત આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના પાર્થિવ દેહને નાસિકથી જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે જામકંડોરણાના રાજપૂત સમાજ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં સેનાના જવાનોએ સલામી આપી હતી.

મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આચવડ ગામનો રહેવાસી વિશ્વરાજસિંહ ગોહિલ ભારતીય સેનાની અગ્નિવર યોજનામાં જોડાયો હતો. સિલેક્શન બાદ તે ટ્રેનિંગ કેમ્પ હૈદરાબાદમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. ચાલી રહેલી ટ્રેનિંગ દરમિયાન તેમને નાસિકના દેવલાલીમાં 8 દિવસની ટ્રેનિગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં જવાન વીરગતિ પામ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું

યુવાન પુત્રના અવસાનના સમાચારથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. પરિવારની સાથે જ આખા ગામ સહિત પંથકમાં શોકનું મોજું ફરી વિશ્વરાજસિંહ ગોહિલના પાર્થિવ દેહને તેમના વતન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે ગામવાસીઓ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહી વીરને સલામી આપી છે.

આંચવડ ગામના અગ્નિવીર શહીદને ઘણા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ શ્રદ્ધાંજલી આપી છે. તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે.