2024ની જેમ જ 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે અને એમાં પણ ફેબ્રુઆરી મહિનામાં પણ અમેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. એમાં પણ ચાર દિવસ બાદ એટલે કે સાતમી ફેબ્રુઆરીના કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. આ જ મહિનામાં ત્રણ શક્તિશાળી ગ્રહોની ખાસ યુતિ થઈ રહી છે. આ યુતિની ત્રણ રાશિના જાતકો પર અસર જોવા મળી રહી છે. આવો જોઈએ કયા ત્રણ ગ્રહોની યુતિ થઈ રહી છે અને એનાથી કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચાર દિવસ બાદ એટલે કે સાતમી ફેબ્રુઆરીના દિવસે બપોરે 2.58 કલાકે સૂર્ય અને મંગળ એકબીજાથી 150 ડિગ્રી પર રહેશે અને એને કારણે ષડાષ્ટક યોગ બનશે. આ સાથે એ જ દિવસે સાંજે 6.37 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ નક્ષત્ર પરિવર્તન કરીને ઘનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. હાલમાં બુધ શ્રવણ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. આ નક્ષત્રનો સ્વામી પણ મંગળ છે.
એક જ દિવસમાં સૂર્ય, મંગળ અને બુધનો જે સંયોગ થવાનો છે એને કારણે પાંચ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને જીવનમાં ધન, સફળતા અને પ્રગતિની પ્રાપ્તિ થશે. ચાલો, જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો વિશેષ લાભ લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને બિઝનેસમાં અચાનક લાભ કરાવશે. નવી નવી યોજનાઓ લઈને આવળે. આકસ્મિક ધનલાભના યોગ થઈ રહ્યો છે. બિઝનેસમાં કંઈક નવું કરવા માટે આ સમય સારો રહેશે. પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિનું આગમન થશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. બુધના પ્રભાવથી આ રાશિના જાતકોની આ રાશિની આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. નોકરી કરી રહેલાં લોકોના પ્રમોશન કે પગારવધારાના યોગ બની રહ્યા છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કરિયરમાં જોરદાર ઉછાળો જોવા મળશે. સરકારી ક્ષેત્રે કામ કરી રહેલાં લોકો માટે પણ આ સમય એકદમ અનુકૂળ રહેશે. વેપાર કરી રહેલાં લોકો આ સમયે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવી રહી છે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે મંગળના પ્રભાવથી આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. કામના સ્થળે દરેક કામમાં સફળતા મળશે. કારકિર્દીમાં પણ પ્રગતિ થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (03-02-2025): આ ત્રણ રાશિના જાતકોને આજે કામના સ્થળે મળશે કોઈ મોટી જવાબદારી, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મકરઃ
મકર રાશિના જાતકોને બુધ અને મંગળના પ્રભાવથી વેપારમાં ઉન્નતિ થશે. પારિવારિક અને આર્થિત બાબતોમાં આ સમયગાળા દરમિયાન સ્થિરતા જોવા મળશે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. કારકિર્દીમાં પ્રગતિ થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ જળવાઈ રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને