અમદાવાદ: રાજ્યમાં બેરોજગારીનું સ્તર કેટલે છે તેનું સ્પષ્ટ ચિત્રણ આજે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર કલાર્કની પરિક્ષાએ બતાવી દીધું છે. મ્યુનિ.ની સહાયક જુનિયર કલાર્કની 712 જગ્યા માટે 1.11 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આજે ગાંધીનગર અને અમદાવાદના 314 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.
Also read: ઐતિહાસિક નગરી ચાંપાનેર: બે વર્ષમાં ઉમટ્યા 80 હજારથી વધુ પ્રવાસીઓ
કાયમી ભરતીને બદલે કરારથી થતું હતું શોષણ
છેલ્લા ઘણા સમયથી AMCના વહીવટી સંવર્ગમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરતીના અભાવે ખાલી પડી છે. દરમિયાન, વિવિધ વિભાગોમાં સિનિયર અને હેડ ક્લાર્ક નિવૃત્ત થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જો કે આ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાને બદલે, AMC આઉટસોર્સિંગ નીતિ હેઠળ ખાનગી કંપનીઓમાંથી કર્મચારીઓની ભરતી કરી રહી છે. જો કે આ કંપનીઓ ઓછો પગાર આપીને યુવાનોનું શોષણ કરતી હોવાના પણ આરોપ લાગ્યા છે.
ખાલી જગ્યાઓ સામે રેકોર્ડબ્રેક અરજી
AMCમાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ હતી અને અંતે સમજૂતી થતાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. AMCએ 612 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી, પરંતુ અમદાવાદ અને સમગ્ર રાજ્યમાંથી 1,10,900 અરજીઓ મળી હતી. અરજદારોની મોટી સંખ્યાથી આશ્ચર્યમાં મુકાયેલા, મ્યુનિસિપલ સત્તાધીશોએ 100 પોસ્ટનો ઉમેરો કર્યો હતો. આમ આજે કુલ 712 જગ્યાઓ માટે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Also read: વાવની બેઠક પર જીત બાદ પાટીલે કહ્યું કે ભાજપના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કર્યાં…
આજે પરીક્ષાનું આયોજન
સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરની 314 શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું ચએ. પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન પામનારા ઉમેદવારોને ત્રણ વર્ષ માટે 22,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. તેમની કામગીરીનું મૂલ્યાંકન કર્યા પછી, તેઓને લેવલ-2 પે મેટ્રિક્સ (રૂ. 19,900-63,200)ના નિયમો અનુસાર અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને