How hollow is the equality betwixt  men and women... How practical?

અભિમન્યુ મોદી

ગયા અઠવાડિયે આપણે જેન્ડર ઇકવાલિટી વિશે વાત કરી હતી. એના વિશે વધુ આડી-અવળી વાત કરવાની બદલે સીધા મુદ્દા પર આવીએ….

ઉદાહરણરૂપ સવાલ વિચારીએ કે,ઓફિસથી આવેલી સ્ત્રી ઘરે આવીને સીધી બાળકો વિશે કે આજે શું બનાવું એ ચિંતા કરતી રસોડામાં પગ મુકે છે. ઘરે કુક હોય, કામવાળા હોય તો પણ ઘરે આવ્યા પછી ઘરના કામોમાં ઓતપ્રોત થઈ જાય છે, પરંતુ એટલા જ કલાક કામ કરીને આવેલો અને સ્ત્રી જેટલું જ કમાતો પુષ શું ઘરે આવીને એજ જવાબદારીઓ નિભાવશે?

ભારતના મોટાભાગનાં ઘરોમાં આવું જોવા નથી મળતું. પત્ની ઓફિસથી આવીને રસોઈ કરે ત્યારે જ ખવાય? એ આવે એના પહેલાં જો પતિ ઘરે આવી ગયો હોય તો એ રસોઈની તૈયારી કે બાળકોને હોમવર્કમાં મદદ જેવા કામ ના કરી શકે? ઘરમાં કંઈ વસ્તુઓ ખૂટે છેનું લિસ્ટ એની પાસે પણ હોવું જોઈએ ને? જયારે આર્થિક રીતે ઘર ચલાવવામાં સ્ત્રી મદદ કરે છે તો પુષ કેમ એને ઘરના કામમાં મદદ ના કરી શકે? !

પુષને ઘરે આવીને રિલેક્સ થઈને ક્રિકેટ જોવાની ઈચ્છા હોય એમ સ્ત્રીને પણ થોડીવાર કોઈ મનગમતી સિરિયલ કે શો જોવાનું મન ન થાય? તો જો બેઉં મળીને વિવિધ કામ વહેંચી લે તો બન્ને બાળકો સાથે, એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે.

આવું જો દરેક ઘરમાં થતું હોય તો વેલ એન્ડ ગુડ, પરંતુ ઘણી જગ્યાએ આવું નથી થતું એ વાસ્તવિકતા છે. એના કારણો વિચારીશું તો ક્યાંકને ક્યાંક સ્ત્રીઓ પણ આ માટે જવાબદાર છે. આપણી માનસિકતા કે ઉછેર જ કંઈક એવો છે કે પિતા, ભાઈ, પતિ કે દીકરો જો ક્યારેક રસોડામાં કંઈ કરવા જશે તો પણ ઘરની સ્ત્રી જ ના પાડશે ને કહેશે : `લાવો, હું કરી લઉં છું…’ માતા તરીકે દીકરીને ઘરકામ કેમ કરવું એ તાલીમ નાનપણથી આપીએ તો દીકરાને રસોઈ કે ઘરમાં સફાઈ કેમ કરવી એ કેમ નથી શીખવાડતા?

થોડા દિવસ પહેલા એક સરસ મજાની કમર્શિયલ જાહેરાત જોઈ હતી. એક સ્ત્રી પોતાની દીકરી સાથે ફોન પર વાત કરે છે ત્યારે દીકરી કંઈક એવી ફરિયાદ કરે છે કે માં કામ ઓવરલોડ થાય છે ત્યારે પેલી સ્ત્રી દીકરીને કંઈક એવું કહે છે કે, તું જોબ પર જાય છે તો તારા પતિને પણ કહે કે તને થોડી ઘરકામમાં મદદ કરાવે ત્યારે દિકરી સામે હસીને કહે છે કે, `મા એમને ક્યાં કંઈ આવડે જ છે!’

આ પણ વાંચો : વલો કચ્છ : ઐતિહાસિક ભુજિયા પર ભારતનું અત્યાધુનિક સંગ્રહાલય

આ દીકરી પણ તમારા જેવી જ સ્ત્રી છે. એણે સહર્ષ સ્વીકાર્યું છે કે પતિને ઘરકામ તો ન જ આવડેને… એતો મારે જ કરવું પડે.! બરાબર એ જ વખતે એ સ્ત્રીનો દીકરો રૂમમાં મેલા કપડાંનો ઘા કરે છે. હવે આ બન્ને વસ્તુ સાથે બને છે. દીકરીનું ફોનમાં એમ કહેવું કે, એના પતિને ઘરનું કોઈ કામ નથી આવડતું અને દીકરાનું કપડાનો ઘા કરવું…. બસ, એ સમજદાર સ્ત્રી તરત જ ઉછેરમાં રહેલી ભૂલ સુધારે છે. દીકરાને રોકીને કપડાંને કેવી રીતે સીધા કરીને વોશિંગ મશીનમાં નાખવા, એમાં કયો વોશિંગ પાઉડર નાખવો, કયા મોડ પર મશીન સેટ કરવું વગેરે શીખવાડી દે છે. આખરે તો એનો દીકરો પણ આવતીકાલે કોઈનો પતિ જ બનવાનો ને! તો જે તકલીફ એની દીકરી ભોગવે છે એ ઓવરલોડની તકલીફ આવનારી છોકરીને ન થાય એટલા માટે…. તો આ કરવા જેવું ખં કે નહીં!

વેદ પુરાણ અને આપણાં શાસ્ત્રોમાં ક્યાંય કોઈ કામને નાનું નથી માનવામાં આવ્યું. ચોસઠ કળાઓમાંની એક કળા પાકશાસ્ત્ર પણ છે. તો પોતાના જ ઘરના કિચનમાં કામ કરવું મોટાભાગના પુષોને શા માટે ખટકે છે! ફાઈવ સ્ટાર હોટેલનો શેફ પુષ હોઈ શકે, મોટા મોટા રસોડામાં રસોઈ કરનાર રસોઈયા પુષ હોઈ શકે તો ઘરમાં જયારે જરૂર પડે ત્યારે થોડું કિચનવર્ક પુષ કેમ ન કરી શકે? કદાચ એટલે કે અહીં આ કામનું કંઈ વળતર ન મળે એટલે એ કામનું અવમૂલ્યન થયું છે અને એટલે કે એમાં અહમ ઘવાય છે માટે કે પછી એટલે કે પહેલાથી જ એવી કોઈ આદત નથી એટલે ?!

મેઘધનુષ્યના સાત રંગોની જેમ સ્ત્રી જો મા, દીકરી, પત્ની, માતા એવાં ઘણા બધાં રોલ સુપેરે નિભાવતી હોય તો પુષ પણ માત્ર આર્થિક ઉપાર્જન જ કરે એવું જરૂરી નથી. ખાસ તો ત્યારે જયારે સ્ત્રી આર્થિક ઉપાર્જનમાં સહકાર આપતી હોય તો સ્ત્રીની બાકીની બીજી જવાબદારીમાં એટલો જ સહકાર એણે આપવો ઘટે.

ટૂંકમાં વાત અહીં એક સુંદર બેલેન્સ સાચવવાની છે. સ્ત્રી પુષ બંને સંસાર રથના પૈડાં છે. બેમાંથી જો એક પૈડાં પર પણ વધુ ભાર આવશે તો એ વહેલું નમી જશે, જે બિલકુલ ઇચ્છનીય નથી.

માત્ર સ્ત્રી જો પુષ સમોવડી થાય એને જ જેન્ડર ઇકવાલિટી ન કહેવાય. પુષ પણ જયારે જરૂર પડે ત્યારે સ્ત્રીના કામમાં- જવાબદારીમાં સરખે સરખો સાથ સહકાર અને પોતાનો હિસ્સો આપે ત્યારે જ થઈને ખરી જેન્ડર ઇકવાલિટી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને