Ambalal Patel made this prediction astir  the acold  successful  Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી ઠંડાગાર (Gujarat Weather Updates) પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીમાં વધારો થતા લોકોએ કંઈક અંશે ગરમીથી હાશકારો અનુભવ્યો છે. કચ્છમાં પણ તાપમાનના આંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભુજ ખાતે લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, જ્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા (Naliya) ખાતે સિંગલ ડિજિટ લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની (IMD Gujarat) આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ તરફ બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Also read: ગુજરાત થશે ટાઢુંબોળઃ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જોઈ લો Video…

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) મોટી આગાહી કરી છે. આગામી સમયમાં રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેથી રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાન 36 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. વડોદરામાં 35 ડિગ્રી, તેમજ ઉત્તર ગુજરાતમાં 28 થી 30 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 34 થી 35 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી શકે છે. આજે પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનાં ભાગોમાં 15 થી 16 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 16 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં 30 થી 35 કિલોમીટર કલાકે પવન ફૂંકાઈ શકે છે. પવનનાં કારણે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડશે.

હવામાનમાં કેમ થઈ રહ્યો છે સતત બદલાવ

ગ્લોબલ વોર્મિંગના કારણે મોસમમાં અનેક બદલાવ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ મિશ્ર ઋતુની મોસમ દેખાઈ રહી છે. મહાશિવરાત્રીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજુ પણ ઠંડીના તીવ્ર મોજાંનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી ઋતુનો માર વચ્ચે શરદીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે તેથી લોકોને આરોગ્ય પ્રત્યે સભાન રહેવા તબીબો સલાહ આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને