મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબલ્યુઇએચ)ની પૂર્વમાં આવેલા કાંદિવલી ઈસ્ટમાં આવેલી ટાઉનશીપ લોખંડવાલા કોમ્પ્લેક્સના 20 હજાર ફ્લેટ્સના રહેવાસીઓ છેલ્લા એક દાયકાથી ટ્રાફિકની સમસ્યા, એક્સિડેન્ટ અને અવારનવાર સડક પર પરેશાન કરતી ઘટનાથી ત્રસ્ત હતા. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અને ટ્રાફિક પોલીસને કરવામાં આવેલી ફરિયાદો પછી પણ કોઈ પગલાં લેવામાં ન આવતા રહેવાસીઓએ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા.
રહેવાસીઓએ એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે, જે ટાઉનશીપ તરફ જતા માર્ગને વૈજ્ઞાનિક રીતે સુધારવાની વિગતો આપે છે. આ બ્લુ પ્રિન્ટ ટ્રાફિકનું સંચાલન કરવામાં મદદ કરશે આ પ્રયાસ તાજેતરમાં પાલિકા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
90 ફૂટનો દોઢ કિલોમીટર રસ્તો ટાઉનશીપને હાઈ-વે સાથે જોડે છે. દુકાનો અને રસ્તાની બંને બાજુ પાર્ક કરવામાં આવેલી ઓટો રિક્ષા વચ્ચે ડ્રાઈવરોને વાહન ચલાવવાની ફરજ પડે છે. રસ્તામાં કચરાનો મોટો ઢગલો મુસીબતમાં વધારો કરે છે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું
ટાઉનશીપના પ્રવેશદ્વાર પાસે સંત જ્ઞાનેશ્વર ચોકમાં વર્ષોથી ઘણા અકસ્માત થયા છે. લોખંડવાલા ફાઉન્ડેશન સ્કૂલ પાસેનો વિસ્તાર પણ ચિંતાનો વિષય છે. અહીં ફૂટપાથ પણ નથી. ડ્રાઈવરો પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાથી બાળકોના જીવને જોખમ રહે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને