Pushpa 2 merchandise  Ruckus successful  Mumbai Box bureau   collection

પાલઘર: પાલઘર જિલ્લામાં ગેરકાયદે જુગારની ફરિયાદ કરવા બદલ લોકોના ટોળાએ શિવસેનાના 71 વર્ષના નેતા પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી.

જવ્હારમાં 29 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે સાત જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: Surendranagar ના પાટડીમાં જુગારધામ પર દરોડા, પાંચ મહિલા સહિત 30 જુગારી ઝડપાયા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શિવસેનાના જિલ્લા એકમના નાયબ વડા વિજય ઘોલપે ગેરકાયદે જુગાર અંગે અધિકારીઓને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને પ્રવૃત્તિ બંધ કરાવી હતી.

આ પણ વાંચો: જુગારના અડ્ડા પરથી 12 જણની ધરપકડ:બે પોલીસ સસ્પેન્ડ અને એકની ટ્રાન્સફર…

29 જાન્યુઆરીએ સાંજે આરોપીઓ જવ્હારમાં ઘોલપના ઘરે આવ્યા હતા અને તેના પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘોલપ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘોલપે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે સાત આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને