રાજકોટ: તાજેતરમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદનો બાદ રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. આક્ષેપબાજીનો વિવાદ ચાલી રહ્યો છે. જામ કંડોરણા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના સમાજના આગેવાનો પર નિવેદન આપ્યું હતું. ત્યારે હવે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન આવ્યું છે.
આજે મહા સુદ આઠમ ખોડિયાર જયંતિ હોય તેની ઉજવણી પ્રસંગે ખોડલધામ ખાતે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામના મંચ પરથી ખોડલધામના નરેશ પટેલે પોતાની વાતો રજૂ કરી હતી. તેમણે આ પ્રસંગે ખોડલધામના વિચારથી લઈને સમાજની પ્રગતિ અંગે વાત કરી હતી. જો કે અંતે પત્રકારો દ્વારા રાજનીતિની ચર્ચા અંગેના પ્રશ્નમાં તેમણે ટિપ્પણી કરવાની ટાળ્યું હતું.
બીજાને મદદરૂપ થઈને આગળ વધીએ છીએ
નરેશ પટેલે અહીથી વાત કરતાં કહ્યું હતું કે દરેકને ખ્યાલ છે કોઈ બીજી જ્ઞાતીના લોકો ઘર શોધતા હોય ત્યારે એમ કહે છે કે લેઉઆ પટેલ પાસે મળે તો વધારે સારું. આપણે લોકો ખુબ સરળ છીએ. સંયમતાથી જીવીએ છીએ. બીજાને મદદરૂપ થઈને આગળ વધીએ છીએ. આપણા વિચારો દરેક ઘર સુધી પહોંચે. આપણે મજબુત થઈ રાષ્ટ્રની સેવા કરીએ. તમામ યુવાનોને મારી આ અપીલ છે.
તમે બધા સંગઠિત રહો
તેમણે ખોડલધામની શરૂઆતની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે મને ખોડલધામનો વિચાર આવ્યો ત્યારે અમે રાજકોટમાં 40 લોકો અમે એકઠા થયા હતા અને સ્વામી માધવપ્રસાદદાસજી પણ હાજર હતા. બધી વાતચીત થયા પછી સ્વામીએ મને કહ્યું કે જોજે દેડકા જોખવાનું કામ કરવા નિકળ્યો છે. દેડકા ક્યારેય જોખાય નહીં પણ લેઉઆ પટેલે સાબિત કર્યું છે મા ખોડિયારના ચરણોમાં અમે એક છીએ અને રહીશું. તમે બધા સંગઠિત રહો, યુવા સમિતિ મોટી થાય, દરેક યુવાન સુધી ખોડલધામ પહોંચે, હકારાત્મક કાર્યો છે તેમા પ્રાણ પૂરો એવી મારી બધાને વિનંતી છે.
આ પણ વાંચો : હવે રાજકોટમાં મેગા ડિમોલિશનઃ મોરબી રોડ ઉપર હટાવાયા અતિક્રમણો
થોડા દિવસોથી ચર્ચાનો દોર
જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયા લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનું જયેશ રાદડિયા દ્વારા કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. આ ભવ્ય સમુહલગ્નોત્સવમાં અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમુહલગ્નોત્સવના જયેશ રાદડિયા પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને