Ex-Nagarsevaka's hubby  kidnapped and demanded ransom caught successful  Kalyan

છત્રપતિ સંભાજીનગર: બિલ્ડરના સાત વર્ષના પુત્રનું છત્રપતિ સંભાજીનગર ખાતેથી કથિત અપહરણ કરી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીની ચુંગાલમાંથી બાળકને સહીસલામત છોડાવવામાં આવ્યું હતું.
શહેરના એન-4 વિસ્તારમાં પરિવાર સાથે રહેતા સાત વર્ષના બાળકનું મંગળવારની રાતે 9 વાગ્યાની આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી માગી:ભૂતપૂર્વ નગરસેવક સહિત ચારની ધરપકડ…

પોલીસે સંબંધિત પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં એક બ્લૅક કલરની કાર નજરે પડી હતી. કારમાં આવેલા અપહરણકારો ઘર નજીક સાઈકલ ચલાવતા બાળકને જબરદસ્તી કારમાં બેસાડીને ફરાર થતા ફૂટેજમાં દેખાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અપહરણકારે બાળકના પિતાને ફોન કરી બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસને જાણ કરતાં જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ચાર આરોપીને પકડી પાડી બાળકને છોડાવ્યો હતો. જોકે આ બાબતે વધુ માહિતી આપવાનો પોલીસે ઇનકાર કર્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને