What volition  beryllium  Rahul Gandhi's maestro  program  for possession of West Maharashtra?

નવી દિલ્હી: હરિયાણામાં ભાજપ સરકાર વિરુદ્ધ માહોલ હોવાના આહેવાલો છતાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો (Haryana assembly election)કરવો પડ્યો હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગુરુવારે પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષકો અને પ્રભારીઓ સાથે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણોની સમીક્ષા કરી હતી. અણધારી હારના કારણો શોધવા માટે ટૂંક સમયમાં જ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવવામાં આવશે. આ અણધારી હારને કારણે રાહુલ ગાંધી ખૂબ જ નારાજ છે.

દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી હરિયાણામાં ચૂંટણી જીતી શકી હોત પરંતુ રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પોતાના સ્વાર્થને આગળ રાખ્યો હતો. જેને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.

| Read More: Haryana Electionsમાં જીત બાદ ભાજપે રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી! જાણો શું છે મામલો

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી સેલજા વચ્ચેના પરસ્પર મતભેદોને ઉદ્દેશીને આ વાત કહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ કહ્યું કે મુદ્દો એ છે કે નેતાઓ અંદરોઅંદર લડે છે અને પાર્ટી વિશે વિચારતા નથી. આટલું કહીને તેઓ ઉભા થઇ ચાલ્યા ગયા.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેગુનોપાલ હાજર હતા. હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાવરિયાએ ઓનલાઈન હાજરી આપી હતી પરંતુ ભૂપેન્દ્ર હુડ્ડા કે કુમારી સેલજા કે રણદીપ સુરજેવાલા આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. અહેવાલ મુજબ બેઠક દરમિયાન રાહુલ ગાંધી મોટે ભાગે મૌન રહ્યા.

બેઠકમાં ઈવીએમ પર પણ ચર્ચા થઈ હતી. ભૂપિન્દર સિંહ હુડ્ડા અને ઉદયભાન પાસેથી પાર્ટીએ ઈવીએમમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે એ 20 સીટોની યાદી માંગી છે.

| Read More: હેં, આ કોણે Rahul Gandhi માટે જલેબી ઓર્ડર કરી?

કોંગ્રેસ ઓબીસી મોરચાના પ્રમુખ અજય યાદવે કહ્યું કે કોંગ્રેસ હરિયાણામાં પાર્ટીની જેમ લડી નથી. તેમજ દલિત વર્ગને સન્માન આપવામાં આવ્યું નથી. ન તો પછાત વર્ગની કાળજી લેવામાં આવી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હારના કારણો જાણવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે. અજય માકન અને અશોક ગેહલોત હરિયાણામાં પાર્ટીના તમામ ઉમેદવારો સાથે અલગ-અલગ વાત કરીને રિપોર્ટ તૈયાર કરશે.