Eknath Shinde

મુંબઈઃ ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વચનો સાથે પક્ષે ચૂંટણીમાં કરેલી મહેનતને આપ્યું હતું અને કહ્યું હતું કે જુઠાણાના રાજકારણનો અંત આવ્યો છે.

એક્સ પર કરેલી ટ્વિટમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર બાદ દિલ્હીની જનતાએ પણ ભાજપની નેતાગીરી પર વિશ્વાસ દેખાડ્યો છે. દિલ્હીના વિકાસમાં આવતી અડચણોનો હવે સફાયો થઇ ગયો છે. મતદારોએ કેજરીવાલને બરાબરનો પાઠ ભણાવ્યો છે જેઓ જુઠાણું ફેલાવી રહ્યા હતા કે બંધારણ જોખમમાં છે.

આ પણ વાંચો: કેજરીવાલના હારનું એક મોટું કારણ છે આ મહિલા, જે એક સમયે તેમની કોર ટીમમાં હતી…

આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરન્ટીનો ચમત્કાર છે. ખોટાનું રાજકારણનો પરાજય થયો છે અને મતદારોએ સત્યનો સાથ આપ્યો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગયા અઠવાડિયે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ પર મતદારોએ પોતાનો ચુકાદો આપ્યો હોવાનું શિંદેએ જણાવ્યું હતું.

શિંદેએ ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે આપના ઘણા વિધાનસભ્યો શિવસેનાના સંપર્કમાં છે, પરંતુ મત વિભાજિત ન થાય તે માટે તેઓને ચૂંટણી મેદાનમાં ઊતારવામાં આવ્યા હતા અને શિવસેનાએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને