Nothing Happened to Shivam Dubey' – Gavaskar Sparks Concussion Substitute Controversy

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ T20I મેચની સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 4-1થી જીત (IND vs ENG T20I Series) મેળવી હતી, પરંતુ ચોથી મેચ દરમિયાન કન્કશન સ્બસ્ટિટ્યૂટને અંગેનો વિવાદ શાંત (Concussion substitute controversy) થઇ રહ્યો નથી. મેચ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમે વિરોધ નોંધાવ્યો હતો. હવે ફરી આ વિવાદ ગરમાયો છે. ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ લિજન્ડ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)આ બાબતે પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરનું માનવું છે કે હર્ષિત રાણા અને શિવમ દુબે વચ્ચે કંઈ પણ સમાન નથી. તેમણે તો એમ પણ કહી નાખ્યું હતું કે શિવમ દુબેને કંઈ થયું જ નહોતું.

મીડિયાના અહેવાલમાં સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે પુણેમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં બોલ શિવમ દુબેના હેલ્મેટ પર વાગ્યો હતો, પરંતુ તે છેલ્લે સુધી રમતમાં રહ્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને માથામાં કોઈ ઈજા થઈ નહોતી. કન્ક્શનના સબસ્ટિટ્યૂટને મંજૂરી આપવાની વાત ખોટી હતી. તે બેટિંગ કરી ચુક્યો છે, હવે તેનો સબસ્ટિટ્યૂટ ફક્ત ફિલ્ડિંગ જ કરી શકે તેમ હતો, બોલિંગ નહીં.

આ પણ વાંચો: મારી અડધા ભાગની સિક્સર મને યાદ પણ નથી: અભિષેક શર્મા…

ગાવસ્કરે કહ્યું હતું કે શિવમ દુબે અને હર્ષિત રાણા વચ્ચે લાઈક ટૂ લાઈક જેવું કંઈ નથી. મજાકમાં જરૂર કહી શકાય કે તેમની ઊંચાઈ સમાન છે. ઇંગ્લેન્ડ પાસે ગુસ્સે થવાનું દરેક કારણ છે. ભારતીય ટીમ પોતાની જીત કલંકિત કરવાનું જરુરી નથી.

શું હતો વિવાદ?

ચોથી ટી20માં પ્રથમ બેટિંગ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર શિવમ દૂબેના માથા પર બોલ વાગ્યો હતો, જેના કારણે તે મેચમાં ફિલ્ડિંગમાં કરવા ન આવ્યો. નિયમો મુજબ ભારતે તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, ઇંગ્લેન્ડની ટીમ અને કેવિન પીટરસને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને એને રાજકીય મુદ્દો ગણાવ્યો હતો.

કેવિન પીટરસનના કહ્યા મુજબ ભારતે ‘કન્કશન સબસ્ટિટ્યૂટ’ નિયમોનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે દુબેની જગ્યાએ રાણા લાઈક ટૂ લાઈક વિકલ્પ નહોતો, પરંતુ તેનાથી ભારતીય ટીમને બોલિંગમાં એક વધારાનો વિકલ્પ મળ્યો હતો. જોકે, હાર્યા પછી ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ લાઈક ટૂ લાઈક રિપ્લેસમેન્ટ નહોતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને