નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લાના માહુર શહેરમાં તીર્થયાત્રા દરમિયાન પ્રસાદ ખાધા બાદ બાવન ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર થવાથી ખળભળાટ મચી ગયો હતો. આ બાવન લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ તીર્થધામ માહુર શહેરમાં ઠાકુર બુવા યાત્રા ચાલુ છે. આ યાત્રા માટે એકાદશીના રોજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી પુરાવી હતી. આ દરમિયાન શનિવારે એકાદશીનો ઉપવાસ હોવાથી રાતના આઠ વાગ્યાની આસપાસ ભક્તોને પ્રસાદરૂપે સામો આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ મધરાતે એક પછી એક ભક્તોને ઉલટી અને જુલાબનો ત્રાસ થવા લાગ્યો હતો. થોડી જ વારમાં પીડીતોની સંખ્યા વધવા માંડી હતી અને લગભગ 52 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં તુરંત લઈ જવાની ફરજ પડી હતી. આમાંથી ચાર લોકોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…મેગા બ્લોકને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવા ખોરવાતા પ્રવાસીઓ બેહાલ…
સ્થાનિક પ્રશાસને આ મામલે હાલમાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. આ મામલાની વધુ તપાસ ચાલુ છે. હોસ્પિટલમાં પીડિતોની સારવાર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને