અમદાવાદઃ IPS અભય ચુડાસમાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઈ છે. 1998 બેચના IPS અધિકારી અભય ચુડાસમાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણવા મળ્યું નથી. વય નિવૃત્તના સાત મહિના પહેલા રાજીનામું આપતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે, તેઓ ઓકટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા.
ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પૂર્વે જ તેમણે રાજીનામું આપતા રાજકીય ક્ષેત્રે સક્રિય બને તેવી શક્યતા છે. તેઓ ભાજપ સંગઠનમાં સામેલ થાય તેવી અટકળો હાલ વહેતી થઈ છે.
ધોળકાના છે વતની
આઈપીએસ અભય ચુડાસમા મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 IPSની બઢતી-બદલીના આદેશ
થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ. જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે તેવી ચર્ચા હાલ થઈ રહી છે.
અભય ચુડાસમાની સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે થઈ હતી ધરપકડ
અભય ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તેમની 28 એપ્રિલ 2010માં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 28 એપ્રિલ, 2014ના રોજ મુંબઈની કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જામીનના 6 મહિના બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા.
ત્રણ વર્ષ સુધી નડિયાદની બિલોદરા જેલમાં અને એક વર્ષ મુંબઈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તેમની ગાંધીનગરમાં ડી જી વિલિલન્સ સ્કવોડના એસપી તરીકે નિમણૂક કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને