America Tariff

નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, તેમાંથી અત્યાર સુધી ભારતને બાકાત રાખવામાં આવ્યું છે.

અમેરિકન ટેરિફની અસર વૈશ્વિક શેરબજારમાં દેખાઇ રહી છે. ત્યારે ભારત પર અમેરિકા ટેરિફ લાદશે તો શું થશે તે પ્રશ્નનો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમને આપ્યો હતો.

સરકાર સંપૂર્ણપણે તૈયાર

નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે એવો કોઈ વેપાર નથી કે જેના પર અમેરિકા ટેરિફ લાદી શકે. પરંતુ જો તેઓ ટેરિફ લાદે છે તો અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જો અમેરિકા ભારત પર ટેરિફ લગાવશે તો અમે જોઈશું કે અમે શું કરી શકીએ છીએ. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.

આપણ વાંચો: ચીને અમેરિકા સામે ટેરિફ વૃદ્ધિના પગલાં લેતા વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક

કસ્ટમ ડ્યુટી અંગે અમે ઘણું કામ કર્યું

નાણામંત્રીએ કહ્યું કે કસ્ટમ ડ્યુટી અંગે અમે ઘણું કામ કર્યું છે. જે ઉત્પાદનોની આયાત સ્થાનિક ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે તેના પર આયાત ડ્યુટી ઘટાડી શકાતી નથી, કારણ કે દેશને કોઈ નુકસાન ન થવું જોઈએ. પરંતુ આપણે એવી વસ્તુઓ પરની આયાત ડ્યુટી ઘટાડવાનું વિચારી શકીએ છીએ જે આપણા દેશમાં ઉપલબ્ધ નથી એટલે કે જેના પર દેશ સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે.

ઘણા વૈશ્વિક પડકારો છે

તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2027 સુધીમાં વિકસિત ભારતના માર્ગમાં ઘણા પડકારો છે, પરંતુ આનો અર્થ એ નથી કે આપણે પાછળ હટી જઇશું. તેમાં ખાસ કરીને ઘણા વૈશ્વિક પડકારો છે. તેમ છતાં આપણે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.

આપણ વાંચો: ટ્રમ્પે મેક્સિકોને આપી રાહત; ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો, કેનેડા સાથે શું થશે?

વર્ચ્યુઅલ વેપારની વિરુદ્ધ નથી પરંતુ પારદર્શિતા જરૂરી

નાણામંત્રીએ કહ્યું કે, ભારતીય બજારમાં રોકાણકારોનો વિશ્વાસ કેમ પાછો નથી આવી રહ્યો. આ અંગે તેમણે કહ્યું કે અમારું બજાર મજબૂત છે. સ્થાનિક વૃદ્ધિ મજબૂત છે. એફડીઆઇમાં ઘટાડા માટે વૈશ્વિક કારણો છે.

પરંતુ આ અર્થતંત્રનું એક ચક્ર છે. રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે ક્રિપ્ટોને યોગ્ય રીતે નિયંત્રિત કરવાની જરૂર છે. સરકાર કોઈપણ વર્ચ્યુઅલ વેપારની વિરુદ્ધ નથી પરંતુ પારદર્શિતા જરૂરી છે.

કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને મોકૂફ રાખ્યો

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ચીનથી આયાત થતી તમામ વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લાદયો છે. જ્યારે જવાબમાં અમેરિકાએ કોલસા અને એલએનજી પર 15 ટકા અને ક્રૂડ ઓઇલ, ફાર્મ મશીનરી, મોટી કાર અને પિકઅપ ટ્રક પર 10 ટકા ટેરિફ લાદયો છે. જોકે, અમેરિકાએ હાલમાં કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને