અમદાવાદઃ પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં યુવકને 1.96 કરોડનો જીએસટી ભરવાની નોટિસ મળતાં પરિવાર ચોંકી ઉઠ્યું હતું. કર્ણાટકના બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતાં છેતરપિંડી સામે આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્ન ઓવર ખૂલ્યું હતું. મજૂરી કામ કરતા યુવકને કરોડોનો ટેક્ષ ભરવાની નોટિસ મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ભોગ બનનાર યુવકના પરિવારે ગૃહવિભાગ અને ક્રાઇમ બ્રાંચમાં રજૂઆત કરી હતી.
શું છે મામલો
પાટણના સમી તાલુકાના દુદખા ગામના સુનીલ સથવારા નામના યુવકે જણાવ્યું કે, મારા ગામડે ટપાલ દ્વારા બેંગલોરથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્ષ વિભાગની હતી. જેમાં 1.96 કરોડ રૂપિયાનો મારે ટેક્ષ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ 11 પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી હતી.
નોટિસમાં જણાવાયા મુજબ, યુવકના નામે વિવિધ રાજ્યોમાં 11થી વધુ પઢીઓમાં કરોડોનું ટર્નઓવર થયું છે. યુવકના કહેવા મુજબ, તે મજૂરી કામ કરે છે. કોઈ વ્યક્તિએ તેના નામના ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી આચરી છે.
Also read: આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડીજીજીઆઇના બેંગ્લુરુ ઝોનલ યુનિટે મુંબઇમાં એક કાર્યવાહી હાથ ધરી અંધેરીથી રિતુ મિનોચા (ઉવ.49) નામની એક મહિલાની સોમવારે 325 કરોડ રૂપિયાના જીએસટી ફ્રોડના કેસમાં કથિત રીતે મુખ્યભૂમિકા ભજવવાના આરોપસર ધરપકડ કરી હતી.
આ ફ્રોડના કેસમાં શેલ કંપનીઓ ઉભી કરી હતી અને વાસ્તવિક વસ્તુ કે માલનો પુરવઠો કર્યા વગર નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ કથિત ફ્રોડને લીધે સરકારી તિજોરીને 340 કરોડનું નુકસાન થયું હતું. તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે મહિલાએ કંપનીના ડાયરેક્ટર તરીકેના તેના હોદ્દાનો દુરુપયોગ નકલી ઇન્વોઇસ ઇશ્યુ કરવા માટે કર્યો હતો. જીએસટીની ટીમ ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને બેંગલુરુ લઇ ગઇ હતી. જે બાદ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને