Despite being successful  pain, helium  performed the concert; Sonu Nigam shared a video and said this Image Source : Hindustan Times

પુણે: બોલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમનો એક કોન્સર્ટ પુણેમાં યોજાયો (Sonu Nigam Concert successful Pune) હતો,જેમાં સોનુએ તેના સ્વરનો જાદુ પાથર્યો હતો અને હજારો ચાહકો તેના તાલે ઝૂમ્યા હતાં. પરંતુ સોનુ માટે આ કોન્સર્ટ ખુબ મુશ્કેલ રહ્યો. શો પહેલા સોનુની કરોડરજ્જુમાં અતિશય પીડા ઉપડી હતી, આ પીડા સાથે તેણે કોન્સર્ટ કર્યો હતો. સોનુએ ઇન્સ્ટાગ્રામ પર શો પહેલાની કેટલીક ક્ષણોની વિડીયો ક્લિપ્સ પોસ્ટ કરી છે.

વિડીયોમાં દેખાય છે કે સોનુ પથારીમાં સુતા સુતા કેમેરા સાથે વાત કરી રહ્યો છે. તેની ટીમ તેની સારવાર કરી રહી છે અને ઉભા થવામાં મદદ કરી રહી છે, આ દરમિયાન સોનું પીડાથી કણસતો પણ દેખાય છે. વિડીયોમાં સોનું સ્ટેજ પરથી નીચે ઉતરતો દેખાય છે અને સ્ટ્રેચ કરીને પોતાનો દુખાવો દૂર કરવાનો પ્રયાસ કરે છે. તેના શો પહેલા શરૂ થયેલી આ સમસ્યા છતાં ક્લિપમાં સોનું સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે.

“સરસ્વતીજીએ મારો હાથ પકડ્યો’

વીડિયોમાં સોનુએ કહ્યું, “આ મારા જીવનના સૌથી મુશ્કેલ દિવસોમાંનો એક હતો છતાં, ખૂબ જ સંતોષકારક રહ્યો. મને લાગતું હતું કે ગાતા ગાતા ઝટકો આપીએ ત્યારે પણ ખેંચાણ થઇ શકે છે. લોકો મારી પાસેથી આટલી બધી અપેક્ષા રાખીને બેઠા હતાં, ત્યારે હું પાછો ના હટી શકું. બધું સરસ રીતે થઇ ગયું મને ખુશી છે.”

સોનુએ કહ્યું કે “ખૂબ અસહ્ય પીડા થઇ રહી છે. લાગે છે એક સોય મારા કરોડરજ્જુ સાથે ચોંટી ગઈ હોય. થોડું આમ તેમ થયું તો સોય કરોડરજ્જુમાં ઘુસી જશે”

સોનુએ કેપ્શનમાં લખ્યું સરસ્વતીજીએ ગઈકાલે રાત્રે મારો હાથ પકડ્યો હતો.

આ પણ વાંચો…પાપા રણબીરની ગોદમાં બેઠેલી રાહાએ મમ્મીને જોતા જ….વીડિયો જુઓ…

સોનુએ 10,000 થી વધુ ગીતો ગાયા છે, તેમણે મુખ્યત્વે હિન્દી ભાષાનો ઉપરાંત કન્નડ, ઓડિયા, બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મરાઠી, નેપાળી, મલયાલમ, કન્નડ, ભોજપુરી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને