swimming nine  members hoist tricolor successful  oversea  porbandar Credit : Times Now

પોરબંદરઃ ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની (76th republic day) ઉત્સાહભેર થઈ હતી. રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. પોલીસ વિભાગ દ્વારા પરેડ, નકશો, મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના સભ્યોએ દરિયામાં તિરંગો ફરકાવ્યો હતો.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક

પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરી મધ દરિયામાં તિરંગો લહેરવવાની પરંપરાને જીવંત રાખી હતી. 76મા પ્રજાસત્તાક દિવસે પણ 100 થી વધુ તરવૈયાઓ જોડાયા હતા. દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને લોકોને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે સ્વિમિંગ કલબ દ્વારા 25 વર્ષથી દરિયામાં તિરંગો લહેરાવવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને