Due to unit   successful  Bangladesh interest  of bulb  traders accrued  therat to immense  loss

નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનો બાદ વ્યાપક હિંસા ફાટી (Bangladesh Violence) નીકળી હતી, લોકોના વિરોધ પલગે શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને ત્યાર બાદ દેશ પણ છોડવાની પણ ફરજ પડી હતી. અહેવાલો મુજબ હાલ તેઓ ભારતમાં શરણ લઇ રહ્યા છે, હાલમાં જ તેમને બાંગ્લાદેશમાં પરત ફરવા આશા વ્યક્ત કરી હતી. એવામાં યુનાઈટેડ નેશન્સ(UN)ના એક રીપોર્ટમાં હસીના વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં (United Nations connected Sheikh Hasina) આવ્યા છે.

માનવતા વિરુદ્ધ ગુના:

UNએ આજે બુધવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં હિંસક વિરોધ પ્રદર્શન માટે શેખ હસીનાને જવાબદાર ઠેરવ્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશની ભૂતપૂર્વ સરકારે સત્તા જાળવી રાખવા માટે ગયા વર્ષે પ્રદર્શનકારીઓ પર આયોજનબદ્ધ હુમલાઓ કરાવ્યા હતાં અને હત્યાઓ પણ કરાવી હતી, જે ને ‘માનવતા વિરુદ્ધ ગુનો’ ગણી શકાય છે.

આ અહેવાલ બાંગ્લાદેશમાં માનવાધિકાર ઈન્વેસ્ટીગેટર અને ફોરેન્સિક એક્ષ્પોર્ટ દ્વારા પીડિતો, સાક્ષીઓ, વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે કરવામાં આવેલા 230 થી વધુ ઇન્ટરવ્યુ પર આધારિત છે.

વિરોધ પ્રદર્શનો દબાવવા હત્યાઓ:

યુએન માનવાધિકાર કાર્યાલયે અહેવાલમાં જણાવ્યું હતું કે શેખ હસીનાની સરકારે વિરોધ પ્રદર્શનોને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયગાળા દરમિયાન સેંકડો હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. 1 જુલાઈથી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે ભૂતપૂર્વ સરકાર દ્વારા હત્યા, ટોર્ચર, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા હતા. આ કૃત્યો શેખ હસીનાની સરકાર, તેમના અવામી લીગ અને બાંગ્લાદેશી સુરક્ષા તથા ગુપ્તચર સેવાઓ દ્વારા આચરવામાં આવ્યા હતાં.

આ આપણ વાંચો : ભારતે યુનુસ સરકારને આપ્યો રોકડો જવાબ: બાંગ્લાદેશનું વાતાવરણ બગાડશો નહીં…

આટલા લોકોના મોત:

અહેવાલોમાં અંદાજ છે કે લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે મોટા ભાગના લોકો બાંગ્લાદેશની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા હતા.

બાળકો પર અત્યાચાર:

અહેવાલ મુજબ મૃતકોમાં 12 ટકા બાળકોનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશની સેનાએ શેખ હસીનાની સરકારને ટેકો આપ્યો હતો અને વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે હિંસક પગલાં ભર્યા હતાં. આમાં મહિલાઓ સામે જાતીય હિંસા અને બાળકો સામેના અત્યાચારોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને અન્ય સિક્યોરીટી ફોર્સે અમાનવીય પરિસ્થિતિઓમાં બાળકોને માર માર્યો, ધરપકડ કરી અને ટોર્ચર કર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને