કેબેહા (સાઉથ આફ્રિકા)ઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલૅન્ડરનું દૃઢપણે માનવું છે કે વિશ્વભરના ફાસ્ટ બોલર્સમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક એવું ઊંચુ ધોરણ સ્થાપિત કર્યું છે જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે, પરંતુ ભારતે તેને ઈજામુક્ત રાખવા તેને દરેક સિરીઝમાં (કે પ્રત્યેક ટૂર્નામેન્ટમાં) રમાડવાનું ટાળવું જોઈએ. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર ફિલૅન્ડર 39 વર્ષનો છે. તે 2007થી 2020 દરમ્યાન સાઉથ આફ્રિકા વતી 64 ટેસ્ટ, 30 વન-ડે અને સાત ટી-20 રમ્યો હતો. તેણે કુલ 269 વિકેટ લીધી હતી અને 2,000 જેટલા રન બનાવ્યા હતા. ફિલૅન્ડરનું એવું પણ કહેવું છે કે બુમરાહને ઈજાથી મુક્ત રાખવા ભારતે બોલિંગમાં તેના પરનો બોજ કાબૂ બહાર ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. તેનો સમજદારીર્પૂક ઉપયોગ થવો જોઈએ. તેણે ખરેખર ખૂબ ઊંચુ ધોરણ સ્થાપિત કર્યું છે.
Also read: IND vs AUS: સિરીઝ હાર છતાં બુમરાહ ઝળક્યો, જાણો મેચ બાદ શું કહ્યું
તેનામાં ગજબની કુશળતા છે. તે બૉલની ઝડપને ગજબ રીતે ઘટાડતો અને વધારતો હોય છે. વર્ષ દરમ્યાન ભારત જેટલી મૅચો રમે છે એ જોતાં બુમરાહ પરનો બોજ પ્રચંડ કહેવાય. ભારત તેને દરેક સિરીઝમાં (પ્રત્યેક ટૂર્નામેન્ટમાં) રમાડવા ઇચ્છતું હોય છે. જોકે ટૂર્નામેન્ટો અને સિરીઝોની વચ્ચે તેનો વર્કલૉડ મૅનેજ કરવાની જરૂર છે. તેના પર બોલિંગનો અને અપેક્ષાનો ભાર વધી ન જાય એની ભારતે તકેદારી રાખવી જોઈએ.’ ફિલૅન્ડરે એવું પણ કહ્યું હતું કેહવે આઇપીએલ નજીક આવી રહી છે અને આખી આઇપીએલ દરમ્યાન પણ તેના પરનો બોજ બરાબર મૅનેજ કરવાની જરૂર છે. બીજી રીતે કહું તો બુમરાહને ભારત દરેક સિરીઝમાં રમાડવા માગે છે અને એ જ રીતે અન્ય બોલર્સને ઓછી તક મળતી હોય છે.’
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને