"Funny answers to silly Valentine's Day questions with humor."

દર્શન ભાવસાર

વેલેન્ટાઇન્સ – ડે કેવી રીતે ઉજવવો સારો?

* પ્રેમીજન રિસાય નહીં ને ખિસ્સાને પોષાય એ રીતે….
ક્રિકેટ ટીમ અને ક્રિકેટરના ભાવ કેમ વધતા રહે છે?

* એમને આપણા કરતાં વધુ મોંઘવારી નડે છે એટલે….!
રાજનેતાઓ રેવડી અને લોલીપોપ કેમ આપતાં હશે?

* જેથી એમને મોંઘા મેવા ધરાઈને ખાાવા હોય …
દરેક દ્રાક્ષ ખાટી જ હોય?

* એ તો શિયાળ જ કહી શકે….
કૂતરા માટે મેકઅપ સ્ટુડિયો ખૂલ્યા

* રાહ જુઓ, સ્ટુડિયોવાળા કૂતરા સાથે માલિકણ માટે ફ્રી મેકઅપ સ્કીમ લાવશે….
જેન્ટલ મેનની જેમ જેન્ટલ વુમન હોય?

* હા, હોયને..જ્યાં સુધી કોઈ રોમિયોને સેન્ડલથી ન ફટકારે ત્યાં સુધી!
કોઈ ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લગ્ન કેમ નથી કરતાં?

* અહીં ક્ંઈ ગફલત થાય તો આગળ જતાં એમનો લગ્ન-કેસ સિરિયસ ન થઈ જાય એ ભયથી…
કહેવાય છે, ઈશ્વર ઉપરથી જોડી બનાવીને મોકલે છે. તો નીચે જોડી તોડે છે કોણ?

* સાસુ-સસરા- દિયર-નણંદ અને-પાડોશી અને દંપતી પોતે…!
સટ્ટો ક્યાં રમી શકાય?

* જ્યાં પોલીસ ના પહોંચે ત્યાં….
આલિયા- માલિયા- જમાલિયા માલ લઈ ગયા… તેરા ક્યા હોગા કાલિયા?

* કાલિયાએ બનવું પડશે વાલિયા (વાલિયો લૂંટારો).
દુનિયા મેરી જેબ મેં હોય તો એ ખુદ કયાં હશે?

* અંબાણી -અદાણી જેવા શ્ર્રીમંતોનાં ખિસ્સામાં !
સમય સાથે ચાલવા શું કરવું?

* ઘડિયાળ પહેરો.
પરીક્ષા એક ઉત્સવ છે?

* ના, એ મહા-ઉત્સવ છે: વાંચન-ગોખણપટ્ટી- કાપહયય-ચિંતા અને કસોટીનો !
ધરમનો ધક્કો પડે ત્યારે શું થાય?

* કરમ ફૂટલાં હોય એવું લાગે…
દુનિયા દોરંગી છે કે સપ્તરંગી?

* બહુરંગી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને