PM Narendra Modi discussing AI with Sundar Pichai and Alexandr Wang astatine  Paris Summit Photo: PM Modi and alexandr wang / X

પેરીસ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી ભવિષ્યના વિશ્વના નિર્માણ માટે સૌથી આગત્યની ભૂમિકા ભજવવાની છે. AI અંગે ચર્ચા-વિચારણા અને માટે ફ્રાન્સની રાજધાની પેરીસમાં AI એક્શન સમિટનું આયોજન કરવામાં (Artificial Intelligence Action Summit) આવ્યું હતું, જેમાં વિશ્વભરના દેશોના નેતાઓ અને ટેક કંપનીઓના પદાધિકારીઓએ હાજરી આપી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમને ટેક જાયન્ટ ગૂગલના ભારતીય મૂળના CEO સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી (PM Modi meets Sundar Pichai) હતી.

ભારતમાં આવશે ડિજિટલ ક્રાંતિ!
પેરીસ AI સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું કે વડાપ્રધાન મોદીને મળીને આનંદ થયો. AI ભારતમાં ઘણી વિશાળ તકો ઉભી કરશે. ભારત સાથે મળીને ગુગલ ડિજિટલ પરિવર્તન લાવશે. પિચાઈએ તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. બંને વચ્ચે અગાઉ સપ્ટેમ્બર 2024માં ન્યૂયોર્કમાં મુલાકાત થઈ હતી.

એલેક્ઝાન્ડર વાંગ સાથે મુલાકાત:
સુંદર પિચાઈ ઉપરાંત, વડાપ્રધાન પ્રધાન મોદી સ્કેલ એઆઈના ફાઉન્ડર અને CEO એલેક્ઝાન્ડર વાંગ (Alexandr Wang)ને પણ મળ્યા અને AI ટેકનોલોજીના ભવિષ્ય અંગે ચર્ચા કરી. આ મુલાકાત પછી, એલેક્ઝાન્ડર વાંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું કે પેરિસમાં નરેન્દ્ર મોદી અને ઇમેન્યુઅલ મેક્રોનને મળીને ખૂબ આનંદ થયો.

Also read: વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી

વડાપ્રધાન મોદીનું સંબોધન:
વડાપ્રધાન મોદીએ મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ’નું સહ-અધ્યક્ષતાપદ સંભાળ્યું હતું. ભારત અને ફ્રાન્સના CEO ફોરમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્લેટફોર્મ પરસ્પર આર્થિક સહયોગને મજબૂત બનાવવામાં અને તમામ દેશો વચ્ચે ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે AI થી સકારાત્મક પરિવર્તનની અવવાનું અદ્ભુત સંભાવના છે, ત્યારે તેની સાથે જોડાયેલા પૂર્વગ્રહો પણ છે, જેના વિશે આપણે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને