રાજકોટ: પિતા અને પુત્રીનો સંબંધ દુનિયામાં ઉત્તમ કહેવાય છે, જેમાં જન્મથી લઈને લગ્ન સુધી પિતાનો પ્રેમ પુત્રી માટે અમાપ રહે છે. રાજકોટમાં તાજેતરમાં પિતાએ દીકરીના લગ્નમાં એટલો કરિયાવાર આપ્યો કે લોકો દંગ રહી ગયા હતા. એટલે દરેક પિતા પોતાની દીકરીને ઉત્તમ કરિયાવર આપવા ઈચ્છતા હોય છે. દીકરીના કરિયાવરમાં તેના પિતા કઈક વિશેષ આપવા માંગતા હોય છે. પરંતુ આપણી સામે અમુક દાખલાઓ એવા છે, જેમાં પિતાએ સમાજના આ રિવાજને અનુસરીને પણ સમાજને એક અલગ રાહ ચીંધ્યો હોય. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના વિછિંયામાં એક પિતાએ તેની દીકરીને એટલો કરિયાવર આપ્યો હતો કે દીકરીને આખી જિંદગી આશીર્વાદ મળતા રહેશે.
Also read: રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવતીની છેડતી કરનારા ચાર જણની ધરપકડ
લગ્ન પ્રસંગમાં આપ્યો અનોખો કરિયાવર
મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના વિંછિયાના વિનોદભાઈ વાલાણીએ તેમની દીકરીના લગ્નપ્રસંગે એક અનોખો કરિયાવર આપ્યો છે. દીકરીના લગ્ન પ્રસંગે કરિયાવરમાં ગામના એક નિરાધાર પરિવારની ચિંતા કરી. ગામના નિરાધાર દેવીપૂજક ગરીબ પરીવારને રહેવા મકાન નહોતું. આવી દયજનક સ્થિતિમાં રહેતાં દેવીપૂજક પરિવારની વેદના, કફોડી હાલત જોઈ વિનોદભાઈ વાલાણીએ તેમના માટે કઈક કરવાનું વિચાર્યું હતું. આથી વિનોદભાઇએ શહેરના ઉગમણી બારી વિસ્તારમાં રહેતા આ પરિવારને પાકું મકાન, કામ ધંધો કરી શકે તેના માટે દુકાન બનાવી આપી હતી. તેમણે સાધુ સંતો મહંતો, સામાજિક, ધાર્મિક, રાજકીય મહાનુભાવો ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજી પરિવારને તેમનું મકાન સોંપવામાં આવ્યું હતું
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને