Houses of criminals successful  Vadodara illegal, Manpa issues notice Screen grab: the Indian Express

વડોદરાઃ વડોદરાના ભાયલી વિસ્તારમાં મોડી રાત્રે પોતાના મિત્રને મળવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના વોર્ડ નં.10 ના કોર્પોરેટરે તાંદલજા વિસ્તારના એકતાનગર વસાહતમાં રહેતા હોવાની માહિતી મળતા વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરતા તેઓના મકાન ગેરકાયદે હોવાનું જાણવા મળતા મનપામાં જાણ કરી હતી. જેને પગલે મનપાએ બે આરોપીને નોટિસ આપી છે.

દુષ્કર્મીઓના મકાનો ગેરકાયદે:
ભાયલી વિસ્તારમાં બનેલા ગેંગરેપના બનાવ બાદ વોર્ડ નં.10ના કોર્પોરેટર નીતિન દોંગાને જાણકારી મળી હતી કે આરોપી તાંદળજા વિસ્તારના એકતાનગર વસાહતમાં રહે છે જેથી તેઓ એકતાનગર પહોંચી ગયા હતા. તેણે તપાસ કરતા પરપ્રાંતીય નરાધમના મકાનો ગેરકાયદે હોવાની જાણકારી મળી હતી.

આ પણ વાંચો : નોરતાની મોડી રાતે વડોદરામાં સગીરા પર ગેંગરેપ; પાંચ લોકોએ આચર્યું દુષ્કર્મ

મકાન તોડી પાડવા નોટિસ:
કોર્પોરેટર નીતિન દોંગાએ કોર્પોરેશનના સત્તાવાળાઓને જાણ કરી હતી જેના આધારે આજે કોર્પોરેશને સ્થળ પર સર્વે કર્યો હતો. તાંદળજા એકતાનગરમાં રહેતા મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારાના મકાન ગેરકાયદે હોવાનું જણાઈ આવ્યું હતું. આથી બંનેના મકાનોને તાત્કાલિક અસરથી મકાન તોડવા નોટિસ આપવામાં આવી છે.