બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી અને રાજકારણી બનેલી મલ્ટી ટેલેન્ટેન્ડ કંગના રનૌતે હવે મનાલીની સુંદર ગિરિમાળામાં પોતાનું કાફે શરૂ કરવા જઇ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે અને તેને તેના એક વચનની યાદ દેવડાવી છે. આપણે આ વિશે જાણીએ.
કંગના રનૌત બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી છે એમાં તો કોઇ બેમત નથી. હવે રાજકારણમાં પણ તેણે ઝંપલાવ્યું છે અને પોતાની પ્રતિભાનો પરચો આપી રહી છે. આ ઉપરાંત હવે તે બિઝનેસ વુમન પણ બની ગઇ છે. તેણે મનાલીની સુંદર ખીણ વિસ્તારમાં પોતાનું એક કાફે ખોલ્યું છે. આ કાફેને તેણે ખૂબસુરત ‘ધ માઉન્ટેન સ્ટોરી’ એવું નામ પણ આપ્યું છે. તેના આ કાફેનું ઉદ્ઘાટન તે વેલેન્ટાઇન ડેના દિવસે કરવાની છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દીપિકા પાદુકોણને એના વચનની યાદ અપાવી છે.
આ પણ વાંચો: કંગના મુશ્કેલીમાં? ફિલ્મ માટે ઘર ગિરવે મૂક્યું પણ હવે…
કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે રેસ્ટોરન્ટની ઝલક બતાવી છે. તેની રેસ્ટોરન્ટમાં હિમાચલી સંસ્કૃતિની સાથે સાથે હિમાચલની લોકલ ડીશીઝની સુંદર ઝલક જોવા મળે છે. રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પણ ટિપિકલ હિમાચલ સંસ્કૃતિની મેચ થતું બનાવવામાં આવ્યું છે. કંગનાએ સાથે સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણને આ વીડિયોમાં ટેગ કરી પોતાના કાફેના પહેલા ક્લાયન્ટ બનવાના વચનની યાદ અપાવી છે.
રેસ્ટોરન્ટનો સુંદર વીડિયો શેર કર્યા બાદ કંગનાએ એક બીજો વીડિયો પણ શેર કર્યો છે. એ વીડિયોમાં કંગના એક ઇન્ટરવ્યુમાં જોવા મળે છે. ટેબલ પર કંગના સાથએ વિદ્યા બાલન અને નિમ્રત કૌર અને દીપિકા પાદુકોણ જોવા મળે છે. એ સમયે તેમને સવાલ પૂછવામાં આવે છે કે દસ વર્ષ પછી તમે તમારી જાતને શું કરતા જોવા માગો છો. આના જવાબમાં દીપિકા કહે છએ કે એ તો એક્ટિંગમાં રહેશે. જ્યારે કંગના કહે છે કે હું મારી નાનકડી રેસ્ટોરેન્ટ ખોલવા માગુ છું, જેમાં દુનિયાભરની વાનગી મળતી હોય. હું આખી દુનિયામાં ફરી છું અને દુનિયાભરની વાનગીઓનો સ્વાદ માણ્યો છે. તેથી તેની રેસ્ટોરન્ટમાં કંઇક અલગ જ રેસિપી લઇને આવશે. આ સાંભળીને દીપિકા પાદુકોણ કહે છે કે તે તેની રેસ્ટોરન્ટની પહેલી ક્લાયન્ટ બનવા માગશે, જેના પર ત્યાં હાજર બધા જ હસી પડે છે.
આ પણ વાંચો: આલિયાની જે ફિલ્મની ટીકા કંગનાએ કરી હતી, તેનાં કરતા પણ ઈમરજન્સી પાછળ
કંગનાની રેસ્ટોરન્ટ તો હવે હકીકત બની ગઇ છે અને થોડા દિવસોમાં ચાલુ પણ થઇ જશે, તેથી જ કંગનાએ દીપિકાને ટેગ કરીને તેના જૂના વચનની યાદ દેવડાવી છે.
તો હવે દીપિકા પાદુકોણ કંગનાને આપેલુ વચન નિભાવશે અને 14મી ફેબ્રુઆરીએ ‘ધ માઉન્ટેન સ્ટોરી’માં પહોંચશે! એ તો સમય જ કહેશે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને