upi fraud

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેની સાથે જ ફ્રોડની ઘટના પણ વધી રહી છે. લોકો શાકભાજી ખરીદવાથી લઈ હોટલ બુકિંગ જેવા દરેક કામ માટે યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યા છે. રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ સંસદામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, 2023માં દેશમાં યુપીઆઈ ફ્રોડના મામલા 85 ટકા વધ્યા છે.

2022-23માં કેટલા કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેકશન થયા હતા?

2022-23માં 8300 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું હતું. આશરે 140 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ થઈ હતી. ઉપરાંત તે વર્ષે ફ્રોડ સાથે જોડાયેલા સવા સાત લાખ મામલા સામે આવ્યા હતા. જેમાં લોકોએ 573 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો

2023-24માં 13,100 કરોડથી વધારે અને આશરે 200 લાખ કરોડ રૂપિયાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાં ફ્રોડની સંખ્યા 13.4 લાખ હતી અને ઠગાઈની રકમ 1087 કરોડ રૂપિયા હતી. ચાલુ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર સુધી યુપીઆઈ ફ્રોડની મામલાની સંખ્યા 6.32 લાખ હતી. જેમાં કુલ 485 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી.

રાજ્ય નાણામંત્રીએ દાવો કર્યો કે યુપીઆઈ ફ્રોડની વધતી ઘટને રોકવા માટે અનેક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરબીઆઈએ માર્ચ 2020થી સેન્ટ્રલ પેમેન્ટ ફ્રોડ ઈન્ફોર્મેશન રજિસ્ટ્રી (CPFIR)ની શરૂઆત કરી છે. જે પેમેન્ટ સાથે જોડાયેલી ફ્રોડની જાણકારી આપતી એક વેબ આધારિત રજિસ્ટ્રી છે. તમામ રેગ્યુલેટેડ એકમોએ આ રજિસ્ટ્રીમાં પેમેન્ટ સંબંધિત તમામ ફ્રોડની જાણકારી આપવાની હોય છે. યુપીઆઈ ફ્રોડ સહિત પેમેન્ટ સંબંધિત ફ્રોડ રોકવા માટે સરકાર આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સમયાંતરે અનેક અભિયાન ચલાવે છે. જેમાં કસ્ટમરને મોબાઇલ નંબર અને ડિવાઇસ વચ્ચે ડિવાઇસ બાઇંડિંગ, પિન દ્વારા ટૂ ફેક્ટર ઑથેંટિકેશન, ડેઈલી ટ્રાંઝેક્શન લિમિટ વગેરે સામેલ છે.

આ પણ વાંચો: અમદાવાદ GST ફ્રોડ કેસમાં આરોપીઓની સંખ્યા આઠ પર પહોચી…

છેતપરપિંડી રોકવા ભરવામાં આવે છે આ પગલાં

આ ઉપરાંત એનપીસીઆઈએ તમામ બેંકોને એક ફ્રોડ મોનિટરિંગ સોલ્યુશન ઉપલબ્ધ કરાવ્યું છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ અને મશીન લર્નિંગ આધારિત મૉડલ દ્વારા ફ્રોડ રોકવા ખાતર એલર્ટ કરે છે અને ટ્રાન્ઝેક્શનને નામંજૂર કરવામાં સક્ષમ હોય છે.

આરબીઆઈ અને બેંક, શોર્ટ એસએમએસ, રેડિયો કેમ્પેન તથા પબ્લિસિટી દ્વારા સાયબર ક્રાઇમને લઇ જાગૃતિ અભિયાન ચલાવે છે. ઉપરાંત ગૃહ મંત્રાલયે એક નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1903 પણ શરૂ કર્યો છે.

આ ઉપરાંત ગ્રાહકો બેંકની કસ્ટમર કેર સર્વિસ કે બ્રાંચમાં ફ્રોડની ફરિયાદ કરી શકે છે. તેમજ ફ્રોડ સાથે જોડાયેલા શંકાસ્પદ કોલ કે મેસેજની ફરિયાદ કરવા માટે સંચાર સાથી પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને