બોલીવૂડના ભાઈજાન દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. લોરેન્સ બિશ્નોઈએ ભાઈજાનને જાનથી મારવાની ધમકી આપી હતી. આ સિવાય પણ સલમાન ખાન તેના અફેયર્સ, બેચલર લાઈફને કારણે પણ લાઈમલાઈટમાં આવતો રહે છે. હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ અને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન ખાન સાથેના સંબંધો સહિત અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એટલું જ નહીં તેણે તો ત્યાં સુધી કહી દીધું કે સલમાન ખાન કરતાં તો લોરેન્સ બિશ્નોઈ સારો છે.
સોમી અલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની અને કેટરિના કૈફ સાથે આજે પણ સારા સંબંધો ધરાવે છે, પણ તારી સાથે નહીં, તો એનું કારણ શું છે? આ સવાલના જવાબમાં સોમી અલીએ જણાવ્યું કે સલમાને મારી સાથે જેવું વર્તન કર્યું છે એવું કોઈ બીજા સાથે નથી કર્યું. સંગીતા અને કેટરિનાને તેણે એટલી ખરાબ રીતે ટોર્ચર નથી કરી.
એટલું જ નહીં આગળ સોમીએ ઐશ્વર્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે પણ સલમાને ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. મને તો એવું પણ લાગે છે સલમાને ઐશ્વર્યાના શોલ્ડરનું હાડકું પણ તોડી નાખ્યું હતું, પરંતુ મને નથી લાગતું કે તેણે આવું વર્તન બીજી કોઈ એક્ટ્રેસ સાથે કર્યું હશે.
આ પણ વાંચો : સોમી અલીએ લૉરેન્સ બિશ્નોઈને જેલમાંથી ઝૂમ મિટિંગ કરવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે…
સોમી અલીએ સલમાન ખાનની સરખામણી લોરેન્સ બિશ્નોઈ સાથે કરી હતી અને જણાવ્યું હતું કે સલમાને મારી સાથે જે કર્યું એ જોઈને હું એટલું તો ચોક્કસ કહી શકું છું કે લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન કરતાં સારો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ લોરેન્સ બિશ્નનોઈને મળવાની અને બાદમાં વીડિયો કોલ પર સુલેહ કરવાની વિનંતી કરીને પણ સોમી અલી લાઈમલાઈટમાં આવી હતી. હવે સલમાન માટેના આવા ચોંકાવનારા ખુલાસાઓ જોતા સોમી અલી સસ્તી પબ્લિસિટી માટે તો આવું નથી કરી રહીને એવી આશંકા પણ નેટિઝન્સ વ્યક્ત કરી રહ્યા છે.