અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સરકારી કર્મચારીઓના એન્યુઅલ કોન્ફીડેન્શીયલ રીપોર્ટ(ACR) અંગે મહત્વની ટીપ્પણી કરી હતી. હાલમાં ગુજરાત હાઈ કોર્ટે (Gujarat High Court) એક કેસની સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે શૈક્ષણમાં પ્રતિભાશાળી પ્રદર્શનને કારણે વર્કપ્લેસમાં યોગ્યતામાં નિશ્ચિત થઇ જતી નથી. ગુજરાત હાઈકોર્ટે એક સરકારી કર્મચારીના એન્યુઅલ કોન્ફીડેન્શીયલ રીપોર્ટ(ACR) માં નકારાત્મક ટિપ્પણીઓને પડકારતી અરજી ફગાવી દીધી હતી.
કર્મચારીની અરજી:
એક સરકારી કર્મચારીએ દાવો કર્યો કે એડીશનલ કલેક્ટરે તેમની આરોગ્ય સંબંધિત રજા અરજીઓ અયોગ્ય રીતે ફગાવી દીધી, જેના કારણે નકારાત્મક ACR અસર થઇ છે. ACRમાં નકારાત્મક ટીપ્પણીને કારણે કર્મચારી સામે વિભાગીય તપાસ કરવામાં આવી હતી, જેના પરિણામે છ મહિના માટે ઈન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કર્મચારીએ ACRમાંથી નકારાત્મક ટિપ્પણીઓ દૂર કરવા કોર્ટમાં અરજી કરી હતી.
આપણ વાંચો: ‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી
કોર્ટનું અવલોકન:
સરકારી કર્મચારીએ દલીલ કરતા કોર્ટેને જણાવ્યું હતું કે તેણે એકેડમિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવ્યો હતો. જોકે, જસ્ટિસ નિરઝર દેસાઈએ અવલોકન કહ્યું “અગાઉ કેટલાક ACR સારા લખાયેલા છે અથવા કોઈ અધિકારીએ કર્મચારીનું કામ સંતોષકારક માન્યું છે, તેનો અર્થ એ નથી કે અરજદારના કામ, ગુણવત્તા અથવા પ્રામાણિકતા વિશે અન્ય અધિકારીઓનું મૂલ્યાંકન ભૂલભરેલું છે.”
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે અગાઉના વર્ષોમાં મળેલા સકારાત્મક ACR ને કારણે હાલનું નકારાત્મક મૂલ્યાંકન અયોગ્ય છે એવું ના કહી શકાય. ન્યાયાધીશ દેસાઈએ કહ્યું.”વ્યક્તિની કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે દરેક વ્યક્તિની અલગ અલગ પદ્ધતિઓ અથવા મંતવ્યો હોય છે, જ્યારે અરજદારના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ત્યારે નકારાત્મક ટિપ્પણીઓ અંગે અરજદારને જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેણી ખરાઈ કરવામાં અવી હતી.”
આપણ વાંચો: પાક વીમા વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટને ફગાવતા શું નોંધ્યું ?
કોર્ટે દલીલ ફગાવી:
કોર્ટે અરજદાર કર્મચારીની દલીલને ફગાવી દીધી, કોર્ટે કહ્યું કે, “એક વહીવટી અધિકારીને હંમેશા એવી વ્યક્તિને પસંદ કરવાની હોય છે, જેને વહીવટના સુગમ સંચાલન અથવા ખોટા વહીવટ માટે જવાબદાર ઠેરવી શકાય. તેથી, રજા અરજી પર વિચાર કરવો અને તેને મંજૂર કરવી કે નકારી કાઢવી તે વહીવટીતંત્રની સત્તા હેઠળ આવે છે. અધિકારીઓ સામે બદનક્ષીનો આરોપ લગાવવા માટે આ જ આધાર ન હોઈ શકે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને