લદ્દાખઃ પૂર્વ લદ્દાખની સરહદ નજીક સૈનિકોની વાપસીની પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી છે ત્યારે ભારત અને ચીનની આર્મીએ LAC (Line of Actual Control) ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે એકબીજાને શુભેચ્છા આપી હતી તેમ જ મીઠાઈની વહેંચણી કરી હતી.
દિવાળીના તહેવાર નિમિત્તે ભારત અને ચીનના સૈનિકોએ એલએસી ખાતે અમુક પોઈન્ટ પર એકબીજાને મીઠાઈની વહેંચણી કરી હતી. પૂર્વ લદ્દાખના ડેમચોક અને દેપસાંગ વિસ્તારમાંથી બંને દેશના સૈનિકો દ્વારા પીછેહઠ કર્યાના એક દિવસ પછી દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેનાથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવું જોમ આવ્યું છે.
ભારતીય અને ચીનના સૈનિકોએ દિવાળીના તહેવાર નિમિત્તે ચુશુલ મોલ્દો સીમા ખાતે મીઠાઈની વહેંચણી કરી હતી. ચીની પીએલએએ મીઠાઈ એક્સચેન્જ કરતા ચીની માસ્કના મોમેન્ટો અને મીઠાઈનું આદાનપ્રદાન કર્યું હતું. દિવાળીના અવસરે એલએસી ખાતે પણ એકબીજાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ટૂંક સમયમાં બંને સરહદના પોઈન્ટ ખાતે પેટ્રોલિંગ શરુ કરવામાં આવશે, જેમાં ગ્રાઉન્ડ કમાન્ડર વચ્ચે પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો : દિવાળી પર મહિલા બોસે એવી ગિફ્ટ આપી કે…. વીડિયો જુઓ
હાલના તબક્કે સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત કરવામાં આવી રહી છે. આ અગાઉ વિદેશ સચિવે પાટનગરમાં કહ્યું હતું કે છેલ્લા ઘણા સપ્તાહથી ચાલી રહેલી વાતચીત પછી ભારત અને ચીન વચ્ચે એક સમજૂતીને અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે, જે 2020માં સર્જાયેલા સીમા વિવાદના વિવિધ મુદ્દાઓ ઉકેલાશે.