નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ભાજપે શાનદાર એન્ટ્રી કરી લીધી છે. દિલ્હીના મતદારોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપીને AAPને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપને 47 બેઠક મળી છે અને AAPને 23 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે, તો કૉંગ્રેસને તો મોક્ષ મળી ગયો છે. ભાજપે લગભગ બે તૃતીયાંશ બેઠક પર આસાન વિજય મેળવી લીધો છે. દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત પર પીએમ મોદીએ કહ્યું છે કે આ વિકાસ અને સુશાસનની જીત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે દિલ્હીના વિકાસમાં કોઇ કસર નહીં છોડીએ.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
અરવિંદ કેજરીવાલઃ-
બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક વીડિયો સંદેશ જારી કરીને હાર સ્વીકારી લીધી છે અને ભાજપને જીત પર અભિનંદન પણ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ લોકોના આદેશનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે અને આશા રાખે છે કે ભાજપે આપેલા બધા વચનો પૂરા કરશે, જેના માટે લોકોએ તેમને ખોબલેને ખોબલે મત આપ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે AAP સરકારે આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધા મટા નોંધપાત્ર કામ કર્યું છે. તેઓ આગળ પણ રચનાત્મક કામ કરવાનું અને લોકોની સેવા કરવાનું ચાલુ રાખશે.
આતિશીએ શું કહ્યું?
AAPના મોટા મોટા નેતાઓ હારી ગયા છે, પણ કાલકાજી સીટ પરથી આતિશી માર્લેનાનો વિજય થયો છે. આ અંગે આતિશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મારા પર વિશ્વાસ રાખવા બદલ કાલકાજીના લોકોને અભિનંદન આપું છું. હું અમારી ટીમને અભિનંદન આપુ છું, જેમણે નોંધપા6 કામ કર્યું. અમે જનાદેશ સ્વીકાર કરીએ છીએ. હું જીતી છું, પણ આ સમય ઉજવણી કરવાનો નથી. ભાજપ સામે યુદ્ધ જારી રાખવાનો આ સમય છે.
Also work : દિલ્હીમાં ભાજપનો જય જય કાર, જાણો કેટલો મળ્યો વોટ શેર
સુપ્રિયા શ્રીનેતેઃ
દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે જો કૉંગ્રેસ અને AAPએ ભેગા મળીને ચૂંટણી લડી હોત તો પરિણામ અલગ હોત. આ અંગે હવે કૉંગ્રેસના બડબોલા નેતા સુપ્રિયા શ્રીનેતેએ જણાવ્યું છે કે AAPને જીત અપાવવાની જવાબદારી કંઇ કૉંગ્રેસની નથી. અમે રાજકીય પક્ષ છીએ રાજકીય એનજીઓ નહીં.
સંજય રાઉત શું બોલ્યા?
AAPની હાર બાદ ઇન્ડિ અલાયન્સમાં પણ હલચલ મચી ગઇ છે અને દોષારોપણ શરૂ થઇ ગયું છે. ઉદ્ધવ સેના અને ઓમર અબ્દુલ્લાએ કૉંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું છે કે તેણે AAP સાથે મળીને ચૂંટણી લડી હોત તો તસવીર કંઇક અલગ હોત. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે જો કૉંગ્રેસ અને AAP સાથે મળીને ચૂંટણી લડતા તો શરૂઆતના એક કલાકમાં જ ભાજપની હાર નિશ્ચિત થઇ જાત. રાઉતે ભલે ઇવીએમનો મુદ્દો નથી ઉઠાવ્યો પણ તેણે પરિણામોમાં ગરબડીના આક્ષેપ કરી જ દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાનની છેલ્લી ઇચ્છા હશે કે તેઓ તેમના કાર્યકાલ દરમિયાન ઓછામાં ઓછા એક વાર તો દિલ્હીમાં જીતે, તેથી જીતવા માટેના શક્ય બધા જ પ્રયાસ કરવામાં આવ્યા.
Also work : દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની થઈ જીત, રમેશ બિધૂડીને આપી હાર
અમિત શાહ શું બોલ્યા?
દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય વડા પ્રધાન મોદીને આપ્યો છે. દિલ્હીવાસીઓના દિલમાં પીએમ મોદી છે. દિલ્હીવાસીઓએ મોદીની ગેરંટી અને વિકાસના વિઝનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં હવે વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત થશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ પોતાના બધા વચનો પૂરા કરવા અને દિલ્હીને વિશ્વની નંબર-1 રાજધાની બનાવવા માટે કટિબદ્ધ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને