મુંબઈઃ ગુરુવારની રાતે બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ઘરમાં ઘૂસેલાં અજાણ્યા આરોપીએ ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે શંકાસ્પદ આરોપીની થાણેથી ધરપકડ કરી હતી. દરમિયાન તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આવા જ ચોંકાવનારા ખુલાસાઓમાંથી એક એટલે આરોપી 16મી જાન્યુઆરી પહેલાં પણ સૈફ અલી ખાનના ઘરે ગયો હતો. ચાલો જોઈએ આ પહેલાં આરોપી ક્યારે સૈફના ઘરે આવ્યો હતો અને કેમ આવ્યો હતો-
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાન પર હુમલો કરનારા શકમંદ આરોપીની મુંબઈ પોલીસે થાણે ખાતેથી ધરપકડ કરી છે. આરોપી તપાસ કરતાં તે સૈફના ઘરમાં કઈ રીતે ઘૂસ્યો અને શામ માટે હુમલો કર્યો એની માહિતી સામે આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા હુમલા પહેલાં પણ આરોપી સૈફ અને કરિનાના ઘરે જઈ આવ્યો હતો. પહેલાં શકમંદ આરોપી એક હાઉસકિપિંગ એજન્સીમાં કામ કરતો હતો.
આ પણ વાંચો: સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…
આરોપી મોહમ્મદ શરીફૂલ ઈસ્લામ શહેઝાદ એક હાઉસકિપિંગ ફર્મમાં કામ કરતો હતો અને સૈફ તેના ઘરે જ કામ કરતાં હાઉસ હેલ્પ હરિની મદદથી ક્યારેક ક્યારેક હાઉસકિપિંગ ફર્મ પાસેથી ઘરની સાફ-સફાઈ કરાવતો હતો. આ દરમિયાન જ આરોપી પહેલાં પણ સૈફના ઘરે જઈ આવ્યો હતો.
મુંબઈ પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આરોપી પાંચ-છ મહિનાથી જ મુંબઈમાં રહેતો હતો અને અહીં તે એક હાઉસકિપિંગ કંપનીમાં કામ કર્યો હતો. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે અમને લાગી રહ્યું હતું કે હુમલાની રાતે આરોપી પહેલી જ વખત સૈફના ઘરે ગયો હતો અને તેનો ઉદ્દેશ ચોરીનો જ હતો. પરંતુ હવે આ ખુલાસા બાદ હુમલાનું કારણ શું છે તે આગળની તપાસમાં જ સામે આવશે.
આ પણ વાંચો: તૈમૂર અને જેહ આવ્યા પપ્પા સૈફને મળવાઃ વીડિયો વાયરલ
મુંબઈ પોલીસને પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેને તો જાણ પણ નહોતી કે તે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી રહ્યો છે. તે ચોરી કરવાના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો, પરંતુ સૈફ અલી ખાન વચ્ચે આવી ગયો અને તેણે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને