Gandhinagar News: એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાંક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એસીબીએ ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા 2.32 લાખના લાંચ કેસમાં આઈસીડી ખોડીયાર ડેપોના કસ્ટમ ઈન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતાં એન્જીનિયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીએ ફરિયાદીના કન્ટેનરને ક્લીયરન્સ આપવા લાંચની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું.
અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ તેની કંપનીના કન્ટેઇનર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ત્રણ માસમાં કેમીકલ રો-મટીરીયલના આશરે ૨૭૨ કન્ટેઇનર આઇ.સી.ડી. ખોડીયાર ખાતે કસ્ટમ વિભાગે ક્લીયર કરવા અરજી કરી હતી. કસ્ટમ ઈન્સ્પેક્ટર સતીંદરપાલ અરોરાએ ક્લીયરન્સના નામે રૂ.૨,૩૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
કસ્ટમ ઈન્સ્પેક્ટરે તેમના વિભાગમાં આઉટ સોર્સથી એન્જીનિયર તરીકે નોતરી કરતાં અંકિત દેસાઈને ફોન કરી લાંચની રકમ સ્વીકારવા જણાવ્યું હતું. અંકિત દેસાઈએ ઈન્સ્પેક્ટર તરફથી વહીવટ કરતાં ગુલામ મલેકને ફોન કરી લાંચની રકમ લેવાનું કહેતા તેણા ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ તેને ઝડપી લીધા હતા. એસીબીએ આ ત્રણેય લોકોએ કેટલા લોકો પાસેથી આ રીતે ઉઘરાણું કર્યું તેની તપાસ હાથ ધરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને