બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાંથી એક એવા બચ્ચન પરિવારની ગરિમાની વાત જ અલગ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ પરિવાર પરિવારમાં ચાલી રહેલાં મતભેદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે.
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્ન જીવનમાં છેલ્લાં કેટલાક સમયથી ભંગાણ પડ્યું છે અને એવી વાતો પણ સામે આવી રહી છે કે બંને જણ ડિવોર્સ લેશે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી ક્લિપ ફરી રહી છે જેમાં ઐશ્વર્યાની સુંદરતાના વખાણ થતાં જ બિગ બીએ આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.
આ ક્લિપ બિગ બીના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની છે. આ શોમાં એક સ્પર્ધકે બિગ બી સામે સામે તેમની જ વહુના વખાણ કરતાં કહ્યું હતું કે સર, ઐશ્વર્યા ખૂબ જ સુંદર છે. આ વાત સાંભળીને બિગ બીએ કહ્યું હતું કે હા, અમને ખબર છે.
આપણ વાંચો: બચ્ચન પરિવારના મતભેદ વચ્ચે Amitabh Bachchanની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો આ વ્યક્તિએ…
આ સાંભળીને સ્પર્ધક કહે છે કે તેમની સુંદરતાને વર્ણવવા શબ્દો ઓછા પડી જાય એટલી સુંદર છે. સર તમે તો એમની સાથે જ રહો છો, કોઈ ટિપ્સ જણાવો આટલા સુંદર દેખાવવા માટે.
બિગ બીએ આ કમેન્ટના જવાબમાં કહ્યું હતું કે સર તમને એક વાત કહું છું, ચહેરાની સુંદરતા તો થોડા વર્ષોમાં નષ્ટ થઈ જશે પણ તમારા દિલની ખૂબ સુંદરતા ખૂબ જ મહત્ત્વની છે. અહીંયા તમારી જાણ માટે કે કૌન બનેગા કરોડપતિને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વખતે કેબીસીની સિલ્વર જ્યુબિલી મનાવવામાં આવી રહી છે. કેબીસી 2000ની સાલમાં શરૂ થયું હતું.
અમિતાભ બચ્ચને કેબીસી હોસ્ટ કરવાના પોતાના એક્સપિરીયન્સ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ મોટા પડદા પરથી નાના પડદા તરફ વળી રહ્યા હતા તો અનેક લોકોએ તેમને રોક્યા હતા અને આવું નહીં કરવાની સલાહ આપી હતી.
આપણ વાંચો: ગયામાં આ કોણે કર્યું Amitabh Bachchanના માતા-પિતાનું પિંડદાન? બચ્ચન પરિવાર સાથે ખાસ સંબંધ…
પરંતુ તેમણે પોતાના દિલની વાત સાંભળી અને આજે પણ કેબીસીની લોકપ્રિયતામાં બિલકુલ ઘટાડો નથી થયો. દર્શકો આજે પણ કેબીસીને પસંદ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી ખટરાગની વાતો સામે આવી રહી છે, પરંતુ આ બાબતે બચ્ચન પરિવાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આગ વિના ધૂમાડો ના હોય એ ન્યાયે બચ્ચન પરિવાર વિશે સામે આવી રહેલી વાતો સાવ પાયાવિહોણી તો નહીં જ હોય એટલું તો ચોક્કસ જ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને