મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દિવસે વધુને વધુ એડવાન્સ થઈ રહ્યું છે, દરેક ટેક કંપની તેના AI ટૂલને હરીફો કરતા વધુ પાવરફુલ બનવવા સતત કામ કરી રહી છે, એવામાં ચીનના AI ડીપ સીક(DeepSeek)ના આગમન બાદ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ટેક જાયન્ટ ગૂગલ પણ તેના AI ટુલ જેમિનીને સતત અપડેટ કરી રહી છે. એવામાં આજે ગૂગલે Gemini 2.0 Flash બધા યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. જેના કારણે યુઝર્સ સરળતાથી Geminiનો ઉપયોગ કરી શકશે અને વધુ એકયુરેટ રિઝલ્ટ મેળવી શકશે.
ત્રણ વર્ઝન લોન્ચ કર્યા:
ChatGPT અને DeepSeek જેવા હરીફ AI પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા ગૂગલ Gemini 2.0 નું નવું અપડેટ યુઝર્સ માટે રજુ કર્યું છે.ગૂગલે સામાન્ય ઉપયોગ માટે Gemini 2.0 Flash, એડવાન્સ્ડ કોડિંગ અને કોમ્પ્લેક્સ ટાસ્ક માટે Gemini 2.0 pro experimental, અને ઓછી કિંમતના એપ્લિકેશનો બનાવવા માટે Gemini 2.0 Flash airy લોન્ચ કરવામાં આવ્યું છે. બધા મોડેલોનો ઉપયોગ હવે Gemini App, Google AI Studio અને Vertex AI Platform દ્વારા કરી શકાય છે.
Google Gemini 2.0 Flash:
સ્ટાન્ડર્ડ જેમિની 2.0 ફ્લેશ મોડેલ પહેલા દરેક માટે ઉપલબ્ધ નહોતું, પરંતુ આજથી દરેક ગૂગલ યુઝર તેનો ઉપયોગ કરી શકશે. આ મોડેલ ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. Gemini 2.0 Flash ટેક્સ્ટ, ઈમેજ, ઑડિઓ અને વિડિયોને એકસાથે પ્રોસેસ કરવામાં સક્ષમ છે, જે તેને મલ્ટીમીડિયા-આધારિત એપ્લિકેશનો માટે કાર્યક્ષમ બનાવે છે. તેમાં નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ ક્ષમતાઓને વધુ અદ્યતન બનવવામાં આવી છે, જેનાથી Gemini અઘરા વાક્યો અને ભાષાકીય બારીકીઓને સરળતાથી સમજી શકે છે. ડેવલપર્સ માટે, Gemini 2.0 Flash કોડ જનરેટ કરવામાં, ડીબગ કરવામાં અને ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.
Also read: બજેટ સ્પેશિયલ આર્થિક સર્વેક્ષણની આવૃત્તિ જેવું બજેટ મધ્યમ વર્ગ માટે રસકશ વગરનું અને નિરસ
Google Gemini 2.0 Pro Experimental:
આ ગૂગલનું અત્યાર સુધીનું બેસ્ટ મોડેલ છે. આ મોડેલ ક્વોન્ટમ અલ્ગોરિધમ વિકસાવવા જેવા કાર્યો સરળતાથી અને ચોકસાઈથી કરી શકે છે. આ મોડેલ ગુગલ સર્ચ સાથે ઇન્ટીગ્રેટ થઈ શકે છે અને કોડને સીધો જ એક્ઝિક્યુટ કરી શકે છે.
Google Gemini 2.0 Flash-Lite:
આ ગૂગલનું નવું કોસ્ટ ઈફેક્ટીવ મોડેલ છે જે વધારે સારું પરફોર્મન્સ આપે છે. આ મોડેલ ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. Google Gemini 2.0 Flash-Lite ટેક્સ્ટ, ઈમેજ, ઑડિઓ અને વિડિઓ ઇનપુટ્સને પ્રોસેસ કરવામાં સક્ષમ છે, જે તેને મલ્ટીમીડિયા એપ્લિકેશનો માટે કાર્યક્ષમ બનાવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને