ચેન્નઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 T20I મેચની બીજી મેચ આજે શનિવારે સાંજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડીયમમાં (ENG vs IND T20I Chennai) રમાશે. એ પહેલા ભારતીય માટે ચિંતાજનક સમાચાર છે, ગઈ કાલે શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમના ધુંઆધાર ઓપનર બેટર અભિષેક શર્માને ઈજા થઇ (Abhishek Sharma Injured) હતી. નેટમાં પ્રેક્ટિસ દરમિયાન અભિષેકને પગની ઘૂંટીમાં ઈજા થઈ અને તે લંગડાતો લંગડાતો મેદાનની બહાર નીકળી ગયો હતો. ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20માં તેણે 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

નેટમાં બેટિંગ ન કરી:

અહેવાલ અનુસાર, કેચિંગ ડ્રિલ દરમિયાન અભિષેક શર્માના પગની ઘૂંટી મચકોડાઈ ગઈ હતી. મેદાન પર ટીમના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા અભિષેકની તપાસ કરવામાં આવી. ત્યારબાદ તેને આરામ આપવા માટે ડ્રેસિંગ રૂમમાં લઇ જવામાં આવ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તે થોડો લંગડાતો દેખાયો હતો, ત્યાર બાદ તેણે નેટમાં બેટિંગ પણ ન કરી.

આ ખેલાડીને મળશે સ્થાન:

એવી શકયતા છે કે આજે અભિષેકને પ્લેઇંગ-11માં સ્થાન ન મળે. જો અભિષેક બહાર થશે, તો ભારત પાસે પ્લેઇંગ-11 માં વોશિંગ્ટન સુંદર અથવા ધ્રુવ જુરેલનો ઓપ્શન છે. આ સ્થિતિમાં, તિલક વર્માને સંજુ સેમસન સાથે ઓપનિંગ કરી શકે છે. જોકે આ અંગે BCCI કે ટીમ મેનેજમેન્ટ દ્વારા અભિષેકની ઈજા અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

આપેલી મેચમાં અભિષેકની મહત્વનું ભૂમિકા:કોલકાતામાં રમાયેલી પહેલી મેચમાં અભિષેકે 34 બોલમાં 79 રનની તાબડતોબ ઇનિંગ રમી હતી. જેને કરણે ટીમ ઇન્ડિયાએ સાત વિકેટથી આસાન જીત મેળવી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 14 મહિના પછી ભારતીય ટીમમાં પરત ફરવા તૈયાર છે. કોલકાતામાં તેને તક મળી નહીં. ચેન્નઈમાં પણ તને મળે તેવી શક્યતા ઓછી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને