પટના : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)સતત અલગ અલગ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પ્રહાર કરતાં હોય છે. આ જ ક્રમમાં આજે બિહારના પટનામાં રાહુલ ગાંધીએ ફરી એક વાર ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતા. તેમણે સ્વતંત્રતા સેનાની જગલાલ ચૌધરીની 130 મી જન્મજયંતિ પર “આઝાદી કે પરવાને” કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણી લડાઈ વિચારધારાની લડાઈ છે.
સત્તા માળખામાં સમાવેશ કર્યા વિના પ્રતિનિધિત્વનો કોઈ અર્થ નથી
તેમણે કહ્યું કે તમારા હૃદયમાં જે કંઈ હતું આંબેડકરજી અને જગલાલજી તે જ કહેતા હતા. આજે ભારતના સત્તા માળખા કે સંસ્થાઓમાં તમારી ભાગીદારી કેટલી છે? એ વાત સાચી છે કે દલિતોને પ્રતિનિધિત્વ મળ્યું છે પરંતુ સત્તા માળખામાં સમાવેશ કર્યા વિના પ્રતિનિધિત્વનો કોઈ અર્થ નથી.
આપણ વાંચો: વિદેશનીતિ સમજવા રાહુલ ગાંધીને પીએમ મોદીએ શું આપી સલાહ?
ઓએસડી તો આરએસએસનો હોય છે
રાહુલ ગાંધીએ પૂછ્યું કે આજે ભારતના સત્તા માળખામાં દલિતોની ભાગીદારી કેટલી છે? શિક્ષણ, આરોગ્ય, કોર્પોરેટ કે ન્યાયતંત્રમાં ભાજપ પ્રતિનિધિત્વની વાત કરે છે. પરંતુ ભાગીદારી વિના પ્રતિનિધિત્વનો કોઈ અર્થ નથી. જેમાં તમારામાંથી પાંચ લોકોને સ્ટેજ પર બેસાડવા આવે પણ તેમના નિર્ણયો બીજે ક્યાંકથી લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને સ્ટેજ પર બેસાડવાનો કોઈ અર્થ નથી. કેન્દ્ર સરકારમાં પણ આવું જ થઈ રહ્યું છે.તમે લોકોને મંત્રી બનાવો છો. પણ ઓએસડી તો આરએસએસનો હોય છે.
સમાજના નબળા વર્ગના અધિકારોની ગેરંટી આપતા નથી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પટનામાં કહ્યું છે કે ભારતની વર્તમાન સત્તા વ્યવસ્થા અને સંસ્થાઓમાં દલિતો અને વંચિતોનો કોઈ હિસ્સો નથી. દલિતો, લઘુમતીઓ, સમાજના નબળા વર્ગોની ચોક્કસ સંખ્યા જાણવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ, આરએસએસ બંધારણની વિરુદ્ધ છે
કારણ કે બંધારણ દલિતો અને સમાજના નબળા વર્ગના અધિકારોની ગેરંટી આપે છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર તમને ક્યારેય માફ નહીં કરે, રાહુલ ગાંધી પર વરસ્યા ફડણવીસ
રાહુલ ગાંધીએ અમેરિકાનું ઉદાહરણ ટાંક્યું
આ દરમિયાન રાહુલ ગાંધીએ અમેરિકાનું ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે કહ્યું જ્યારે અમેરિકામાં પહેલીવાર SAT પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગોરા વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ સારું હતું અને આફ્રિકન-અમેરિકન વિદ્યાર્થીઓનું પ્રદર્શન નબળું હતું.
આનાથી એવી ધારણા ઉભી થઈ કે ગોરા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ સારા અને બુદ્ધિશાળી હોય છે અને આફ્રિકન-અમેરિકન વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય છે. ત્યારે એક પ્રોફેસરે એક પ્રયોગ કર્યો અને એક આફ્રિકન-અમેરિકન પ્રોફેસર પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરાવ્યા. આ પ્રયોગનું પરિણામ એ આવ્યું કે બધા ગોરા વિદ્યાર્થીઓ નાપાસ થયા.
બજેટ બનાવનાર 90 માંથી માત્ર 3 દલિત
રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકારે 25 અમીરોને 16 લાખ કરોડ રૂપિયા આપ્યા. અમે એક યાદી બહાર પાડીશું જેમાં એક પણ દલિત નથી. અબજોપતિઓ જીએસટી ભરતા નથી. જ્યારે મજૂરો આપે છે.તમે જે આપો તે સીધુ તેમના ખિસ્સામાં જાય છે. બજેટ બનાવનાર 90 માંથી માત્ર 3 દલિત છે. ત્રણેય અધિકારીઓને નાના વિભાગો સોંપવામાં આવ્યા છે. જેમાં 100 માંથી 1 રૂપિયાનો નિર્ણય દલિતો લે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને