થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં યુવતીને પોતાના ઘરે બોલાવ્યા બાદ તેની હત્યાનો પ્રયાસ કરવા પ્રકરણે પોલીસે પડોશી યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઉલ્હાસનગરમાં સોમવારે આ ઘટના બની હતી. 30 વર્ષના આરોપીએ કોઇ બહાના હેઠળ યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. આરોપીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ યુવતી સાથે છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવતીએ વિરોધ કર્યો હતો. આરોપીે યુવતીને ધમકી આપી હતી કે ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરશે તો હું તને જાનથી મારી નાખીશ.’
Also read: ઉલ્હાસનગરમાં દારૂના નશામાં કાર હંકારી
યુવતીએ તેને કહ્યું હતું કે હું તને પસંદ નથી કરતી. આ વાત સાંભળીને આરોપી રોષે ભરાયો હતો અને તેણે રસ્સીથી યુવતીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બેભાન થતાં આરોપી ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી છૂટ્યો હતો.
દરમિયાન ભાનમાં આવેલી યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકતાં રહેવાસીઓ દોડી આવ્યા હતા અને તેમણે દરવાજો ખોલીને યુવતીને છોડાવી હતી આ ઘટના બાદ યુવતીએ વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. (PTI)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને