Thane: થાણેમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા ૨૦ ટૂ- વ્હીલરને નુકસાન

2 hours ago 1
Thane Housing Complex Damages 20 Two-Wheelers, No Casualties Reported | Representational Image (ANI)


(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણેમાં એક હાઉસિંગ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં ૨૦ ટૂ-વ્હીલરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો બનાવ મંગળવારે વહેલી સવારે બન્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેમાં શિવાજી નગરમાં વહેલી સવારના ચાર વાગે આ ઘટના બની હતી. થાણેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે દીવાલ તૂટી પડી હોવાનો અંદાજ છે.


| Also Read: Mumbai Update: પાંજરાપોળમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરાશે


હાઉસિંગ સોસાયટીની કમ્પાઉન્ડ વહેલી સવારના તૂટીને ત્યાં પાર્ક કરેલા ૨૦ ટૂ-વ્હીલર પર તૂટી પડી હતી, જેને કારણે તમામ વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પહોંચી ગઈ હતી અને કમ્પાઉન્ડ વોલનો કાટમાળ હટાવ્યો હતો અને તેના નીચે દબાઈ ગયેલા તમામ ટૂ-વ્હીલરને બહાર કાઢ્યાં હતાં.
ભારે વરસાદને કારણે વહેલી સવારના સાત વાગ્યાની આસપાસ થાણેના સિદ્ધેશ્ર્વર તળાવ વિસ્તારમાં ફણસનું તોતિંગ ઝાડ એક ગોડાઉન પર તૂટી પડ્યું હતું. સવારનો સમય હોવાથી સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.


| Also Read: સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ



નોંધનીય છે કે થાણેમાં મંગળવાર સવારના ૨૪ કલાક દરમિયાન ૮૪.૫૭ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. તો બપોરના ૨.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા દરમિયાન ૩૦.૯૮ મિ.મી. અને ૩.૩૦ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા દરમિયાન ૪૯.૨૮ મિ.મી. જેટલો વ રસાદ પડ્યો હતો. થાણે શહેરમાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ ૩,૧૧૦.૨૮ મિ.મી. જેટલો નંધાયો છે. ગયા વર્ષે આ જ સમયે શહેરમાં ૩,૧૯૨.૮૮ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article