isha ambani anand piramal romanticist  dance Credit : Bollywoodshaadis

દુનિયાના ધનવાન તેમ જ સૌથી વધુ ચર્ચામાં રહેતાં અંબાણી પરિવાર (Ambani Family)ની યંગ બ્રિગેડ પણ પોતાના વડીલોના નક્શે કદમ ચાલીને આવનારી પેઢીને એવા જ સંસ્કાર અને પરવરિશ આપી રહી છે. ગયા વર્ષે જ આ પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઈ અને આ સભ્ય એટલે પરિવાના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant).

Also work : ઉદિત નારાયણ ગીત ગાવા ગયા હતા કે ફીમેલ ફેન્સને કીસ કરવા, વીડિયો વાયરલ

Click the photograph and spot the video instagram

2024માં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના થયેલાં લગ્ન દેશ જ નહીં પણ દુનિયામાં પણ ચર્ચાનું કારણ બન્યા હતા. આ ઈવેન્ટ એટલી આલાગ્રાન્ડ હતી કે તેના વીડિયો અને ફોટો હજી પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.

આનંદ અને રાધિકાના લગ્નનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પરિવારના જમાઈ આનંદ પિરામલ (Aanand Piramal)એ ઈશા અંબાણી (Isha Ambani) સાથે એવી હરકત કરી હતી કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી જોતા જ રહી ગયા હતા. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું આનંદે-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે જોવા મળી રહ્યા છે અને બંને જણ સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહ્યા છે. આ વીડિયોમાં આનંદે પર્ફોર્મ કરતાં કરતાં જ કંઈક એવું કર્યું હતું કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને ઉછળી પડ્યા હતા.

વાઈકલ વીડિયોમાં ઈશા અંબાણી અને આનંદ બંને ડાન્સ કરતાં કરતાં સ્ટેજ પર એન્ટ્રી લે છે અને સામે ઓડિયન્સમાં મુકેશ અને નીતા બેઠેલા છે. ડાન્સ કરતાં કરતાં અચાનક જ આનંદ ઈશાને ફિલ્મી સ્ટાઈલમાં ઉંચકી લે છે. બંને જણ આ સમયે એકદમ રોમેન્ટિક લાગી રહ્યા છે. આ જોઈને ઈશા તો શરમાઈને હસી પડે છે. પરંતુ ખુરશીમાં બેઠેલા મુકેશ અંબાણી ખુશીથી ઉછળીને બંનેને ચિયરઅપ કરવા લાગે છે અને નીતા અંબાણી પણ દીકરી-જમાણી વચ્ચેનો આ પ્રેમ જોઈને ખુશ થઈ જાય છે.

Also work : પ્રિયંકા ચોપરાએ કરી ચોંકાવનારી વાત, એ ફિલ્મ નિર્દેશકની ગંદી માગણીને કારણે છોડી!

સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઈશા અંબાણી પણ મમ્મી નીતા અંબાણીની જેમ જ પોતાની સ્ટાઈલ અને સુંદરતાને કારણે લાઈમલાઈટમાં રહેતી હોય છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને