અમદાવાદઃ અમરેલી લેટરકાંડને (Amreli missive kand) લઈ ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) મુખ્ય પ્રધાનને પત્ર (Gujarat CM) લખ્યો છે. તેમણે આ મામલે હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માગ કરી હતી. ઉપરાંત કેસ સાથે જોડાયેલા લોકોનાં નાર્કો ટેસ્ટ કરવાની માગ પણ કરી હતી અને પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવા જણાવ્યું હતું.
Also work : ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું આ સ્ફોટક નિવેદન
સંઘાણીએ શું લખ્યું છે લેટરમાં
સંઘાણીના લેટર મુજબ, તેઓ સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે. ઉપરાંત કેસ સાથે જોડાયેલા 2 થી 4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની આશંકા છે. હું સમગ્ર બાબતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.
સરકાર પોલીસની ગેરકાયદેસર મહિલાની રાત્રે કરેલ ધરપકડ છાવરે છે, તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહી છે, તે હકીકતની લોકોને પ્રતિતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતાં આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
પરેશ ધાનાણીએ માર્યા ચાબખા
સંઘાણીના પત્રને લઈ પરેશ ધાનાણીએ ચાબખા માર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમરેલીની આબરુ બચાવો”સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના ઈ પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે, સીટીંગ જજને તપાસ સોપો અને ‘ગુજરાત ભાજપના ગુરુ’ સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કોટેસ્ટ કરાવો, જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો..!
આ ઉપરાંત ધાનાણીએ અન્ય એક્સ પોસ્ટમાં લખ્યું, 100 મણનો સવાલ, હું પોતે નાર્કોટેસ્ટ માટે તૈયાર છુ અને અન્ય 2/4 વ્યક્તિના પણ નાર્કોટેસ્ટ થવા જોઈએ- શ્રી સંઘાણી. અન્ય એટલે, આરોપ લાગ્યા તેવા શ્રી વેકરીયા.? ચાર્ટર્ડ ફ્લાઈટ લઈને મદદે આવ્યા તેવા શ્રી સંઘવી.? કે પછી જેણે બંને ચેલકાઓને બળે ચડાવ્યા તેવા શ્રી પાટીલ.?
Also work : ગોધરા હત્યાકાંડ: પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી ચાર મહિના બાદ ઝડપાયો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને