Can India get   the archetypal  ICC trophy of the twelvemonth  today? Final lucifer  against South Africa

મુંબઈ: આજે આ વર્ષની પહેલી ICC ટ્રોફી ભારતના નામે થઇ શકે છે. આજે ICC મહિલા અંદર-19 T20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ (ICC Women U-19 T20 World Cup) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (IND vs SA) રમાશે. ભારતીય મહિલા અંદર-19 ટીમ સતત બીજી વખત આ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. આ મેચ ભારતીય સમય મુજબ, બપોરે 12 વાગ્યાથી કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે શરુ થશે.

બીજી વાર ચેમ્પિયન બનવાની તક:
નોંધનીય છે કે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આ બીજું એડીશન છે. અગાઉ 2023 માં દક્ષિણ આફ્રિકામાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે પણ ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

નિક્કી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળની ટીમ ટુર્નામેન્ટમાં તમામ છ મેચ જીતીને અજેય રહી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ (9 વિકેટ), મલેશિયા (10 વિકેટ), શ્રીલંકા (60 રન), બાંગ્લાદેશ (8 વિકેટ), સ્કોટલેન્ડ (150 રન) અને ઈંગ્લેન્ડ (9 વિકેટ) સામે જીત મેળવી છે.

બેટિંગમાં શાનદાર પ્રદર્શન:
ઓપનર બેટર્સ ગોંગડી ત્રિશા શાનદાર ફોર્મમાં છે અને તેણે 6 ઇનિંગ્સમાં 66.25 ની સરેરાશથી 265 રન બનાવ્યા છે. ત્રિશા આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટીમની બીજી ઓપનર જી. કમાલિનીએ પણ ત્રિશાનો સાથ આપી રહી છે. કમલિનીએ છ ઇનિંગ્સમાં 45 ની સરેરાશથી 135 રન બનાવ્યા છે. જોકે, મિડલ ઓર્ડરના બેટર્સનું ફોર્મ ચિંતાનો વિષય રહી શકે છે.

બોલિંગમાં પ્રદર્શન;
ટીમના બોલર્સે પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. ટીમના સ્પિનર વૈષ્ણવી શર્મા અને આયુષી શુક્લા આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચના બે સ્થાન પર છે. વૈષ્ણવીએ 3.40 ની એવરેજથી 15 વિકેટ ઝડપી છે. આયુષીએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 5.91 ની એવરેજથી 12 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IND vs ENG: આજે વાનખેડે સ્ટેડીયમની પિચ કેવી રહેશે? ડ્યુ ફેક્ટર પણ ભજવશે મહત્વની ભમિકા, વાંચો રીપોર્ટ

દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મજબુત પ્રદર્શન કરી રહી છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટથી શાનદાર જીત મેળવીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ-11:
જેમ્મા બોથા, સિમોન લોરેન્સ, ફે કાઉલિંગ, કાયલા રેનેકે (c), કારાબો મેસો (wk), મીકે વાન વૂર્ટ, સેશ્ની નાયડુ, લુયાન્ડા ન્ઝુઝા, એશ્લે વાન વિક, મોનાલિસા લેગોડી, ન્થાબિસેંગ નિની.

ભારતની સંભવિત પ્લેઇંગ-11: જી. કમાલિની (વિકેટકીપર), ગોંગડી ત્રિસા, સાનિકા ચલકે, નિકી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, જોશીતા વીજે, શબનમ એમડી શકીલ, પરુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્મા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને