Satwik-Chirag duo and Lakshya Sen purpose  for rubric  astatine  Indonesia Masters Photo Credit: SHIV KUMAR PUSHPAKAR/THE HINDU

જાકાર્તા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુનામેન્ટની આવતીકાલથી શરૂઆત કરશે. બેડમિન્ટનમાં ભારતીય પુરુષ ડબલ્સની જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં વર્ષનો પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે લક્ષ્ય સેન વર્ષનો પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે.

વિશ્વની નવમી ક્રમાંકિત જોડી સાત્વિક અને ચિરાગ શાનદાર ફોર્મમાં છે. આ સ્ટાર જોડી છેલ્લી બે ટુર્નામેન્ટ, મલેશિયા ઓપન સુપર 1000 અને ઈન્ડિયા ઓપન સુપર 750ની સેમિફાઇનલમાં પહોંચી હતી. સાત્વિક અને ચિરાગ બંને સેમિફાઇનલમાં સીધા સેટમાં હારી ગયા હતા અને હવે તેમનો ઉદ્દેશ્ય ટુર્નામેન્ટમાં આગળ વધવાનો રહેશે. ભારતીય જોડી ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં ચીની તાઈપેઈના ચેન ઝી-રે અને યુ ચિહ લિન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારતના સિંગલ્સ ખેલાડીઓ સેન અને પીવી સિંધુ માટે આ સરળ પડકાર નહીં હોય. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર 23 વર્ષીય સેન છેલ્લી બે ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયો હતો.

Also read: મલેશિયા બેડમિન્ટન માસ્ટર્સની આવતીકાલથી શરૂઆત

અન્ય એક ભારતીય ખેલાડી પ્રિયાંશુ રાજાવત પણ મુખ્ય રાઉન્ડમાં પોતાનો દાવો રજૂ કરશે. તેની પ્રથમ મેચ જાપાનના કોડાઈ નારાઓકા સામે થશે. બે ભારતીય ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત અને કિરણ જ્યોર્જ પુરુષોના સિંગલ્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે.

મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં પીવી સિંધુ પોતાના અભિયાનની શરૂઆત ચીની તાઈપેઈની સુંગ શુઓ યુન સામે કરશે. તેમના ઉપરાંત આકર્ષી કશ્યપનો સામનો જાપાનની નોઝોમી ઓકુહારા સામે થશે અને અનુપમા ઉપાધ્યાયનો મુકાબલો સ્થાનિક ખેલાડી ગ્રેગોરિયા મારિસ્કા તુનજુંગ સામે થશે. સિંધુ ઈન્ડિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને